Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝાડેશ્વર નર્મદા પાર્ક ઓવારા ખાતે ચાર દિવસીય છઠ મહોત્સવની ઉજવણી :  દિનકર સેવા સમિતિના નેજા હેઠળ હિન્દીભાષી પરિવારોએ પરંપરાગત ઉત્સાહ સાથે છઠ્ઠી મૈયાની આરાધના કરી

Share

 

ભરૂચ શહેરના ઝાડેશ્વર ખાતે નિલકંઠ મહાદેવ મંદિર નજીક આવેલા નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ચાર દિવસીય છઠ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વમાં ભરૂચમાં વસવાટ કરતા હિન્દીભાષી પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પરંપરાગત રીતિ-રિવાજો મુજબ છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી.

Advertisement

ચાર દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવ દરમિયાન વ્રતધારી મહિલાઓ અને પુરુષોએ ઉપવાસ રાખી સૂર્યદેવ તથા છઠ્ઠી મૈયાની પૂજા-અર્ચના કરી હતી. નર્મદા નદીના પવિત્ર કિનારે ભક્તોએ એકત્ર થઈ અસ્તાચળે જતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પરંપરાગત પૂજા સામગ્રી, ફળો અને પ્રસાદ સાથે ભક્તોએ પરિવારની સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી.

નર્મદા નદીના કિનારે સૂર્યદેવનાં દર્શન અને અર્ઘ્ય અર્પણ કરવાની પવિત્ર પરંપરામાં સહભાગી બની શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. સમગ્ર ઓવારા પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દિનકર સેવા સમિતિ દ્વારા મહોત્સવના આયોજનમાં વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભરૂચમાં વસતા હિન્દીભાષી પરિવારો માટે આ મહોત્સવ આસ્થા, પરંપરા અને સામાજિક એકતાનું માધ્યમ બન્યો હતો.


Share

Related posts

નડિયાદમાં ક્રિકેટ રમવું ભારે પડયુ, 50 ફૂટ ઊંડા કૂવામાં યુવક પડયો.

ProudOfGujarat

મોબાઈલ પર સંક્રમણના વધેલા કેસોના સમાચાર સાંભળીને લાગે છે કે અમે અહીં રોકાઈને સારું કર્યું લોક ડાઉન દરમિયાન સરકારે અમને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.

ProudOfGujarat

મુંબઈ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 80 કરોડનું હેરોઈન ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!