Proud of Gujarat
bharuchBusinessCrime & scandalEducationEntertainmentFeaturedGENERAL NEWSGujaratUncategorized

NDPSના ગુનામાં એક મહિનાથી નાસતા મોહસીન લાકડાવાલાને A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો ભરૂચના મોહંમદપુરા-લાલવાડી વિસ્તારમાં રહેતા આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લેવાયો

Share

 

ભરૂચ શહેરમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક મહિનાથી પોલીસ પકડથી દૂર રહેતા વોન્ટેડ આરોપીને ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું પગેરું મેળવી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985ની કલમ 8(C), 22(C), 25 અને 29 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મોહસીન ઇકબાલ લાકડાવાલા (રહે. ઇ-1374, મોહંમદપુરા, લાલવાડી, ભરૂચ) છેલ્લા એક મહિનાથી વોન્ટેડ હતો.

NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય કક્ષાએ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના તેમજ ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ A ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

A ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી મોહસીન લાકડાવાલાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં PI કે.ડી. માંગરોલિયા, PSI એમ.એસ. ડાંગર સહિત A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. ટીમવર્કના આધારે NDPSના ગુનામાં લાંબા સમયથી નાસતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.


Share

Related posts

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!