Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દીકરાના શૈક્ષણિક દસ્તાવેજોનો દુરુપયોગ કરી અંકલેશ્વરમાં પેઢી શરૂ કરી GST કૌભાંડ આચર્યું : લંડનમાં અભ્યાસ કરતા યુવકના નામે ‘પ્રેમ એન્ટરપ્રાઇઝ’ બનાવી બેંક લોન અને કરોડોના વ્યવહારોની આશંકા; વિદેશ અભ્યાસ માટે મળેલી રૂ.15 લાખની લોનનું ખાતું પણ GST વિભાગે સીઝ કર્યું

Share

 

ભરૂચ :

Advertisement

સરકારી નોકરી મેળવવા માટે કરેલી અરજીઓ દરમિયાન રજૂ કરેલા શૈક્ષણિક દસ્તાવેજોનો દુરુપયોગ કરી યુવકના નામે અંકલેશ્વરમાં પેઢી શરૂ કરી GST કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકના નામે ‘પ્રેમ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી બનાવી તેના મારફતે ખરીદ-વેચાણના બિલો બનાવી GSTની ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ યુવકના પિતાએ કર્યો છે. એટલું જ નહીં, યુવક વિદેશ અભ્યાસ માટે ગયો હોવા છતાં તેના બેંક ખાતામાં જમા થયેલી રૂ.15 લાખની સરકારી લોનની રકમ પણ GST વિભાગ દ્વારા ખાતું સીઝ કરાતાં અટવાઈ ગઈ છે.

પાટણના નાની સરાય ગામના ખોખરવાડામાં રહેતા 64 વર્ષીય દિલીપભાઈ પરમાર અગાઉ મહેસાણામાં પરિવાર સાથે રહેતા હતા. તેમના નાના પુત્ર પ્રેમકુમાર દિલીપકુમાર નગરપતિ (પરમાર) સરકારી નોકરી મેળવવા માટે વિવિધ જગ્યાએ અરજીઓ કરતો હતો. આ દરમિયાન તેણે અભ્યાસને લગતા પ્રમાણપત્રો, માર્કશીટ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ જ દસ્તાવેજોનો કોઈ અજાણ્યા શખ્સે દુરુપયોગ કરી પ્રેમકુમારના નામે GST નંબર મેળવી અંકલેશ્વરમાં ‘પ્રેમ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી શરૂ કરી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, પ્રેમકુમારના નામે GST નંબર મેળવી આર-20, સ્ક્વેર કોમ્પ્લેક્સ, જલધારા ચોકડી પાસે, વાલિયા રોડ, અંકલેશ્વર ખાતે પેઢી શરૂ કરવામાં આવી હતી. પેઢીના નામે ખરીદ-વેચાણના બિલો બનાવી સરકારી ટેક્સ ન ભરાતાં વડોદરા CGST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જૂન 2021માં પ્રથમ વખત CGST વિભાગનો પત્ર મળતાં પરિવારને સમગ્ર કૌભાંડની જાણ થઈ હતી. ત્યારબાદ પિતાએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના પુત્રના દસ્તાવેજોનો ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિએ આ કૃત્ય આચર્યું છે.

દરમિયાન પ્રેમકુમારને લંડનમાં અભ્યાસ માટે પ્રવેશ અને વિઝા મળતાં તે 2 ઓક્ટોબર 2025ના રોજ વિદેશ ગયો હતો. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખની લોન મંજૂર થતાં રકમ તેના બેંક ખાતામાં જમા થઈ હતી. કોલેજની રૂ.10 લાખની ફી ભરવાની હોવાથી પિતાએ ખાતામાંથી રૂ.5 લાખ ઉપાડવાની કાર્યવાહી કરી ત્યારે બેંકે ખાતું CGST વિભાગ દ્વારા GST કાયદાની કલમ 83 હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ અંગે તપાસ કરતાં અંકલેશ્વરની પ્રેમ એન્ટરપ્રાઇઝ સાથે સચીનકુમાર સેવંતીભાઈ પટેલનું નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પુત્રના દસ્તાવેજોનો દુરુપયોગ કરી પેઢી શરૂ કરી છેતરપિંડી કરનાર સચીનકુમાર પટેલ સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે દિલીપભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમાકુમારીએ માઉન્ટ એવરેસ્ટની ૭૯૨૫ મીટર સર કર્યુ

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસી સ્થિત જલધારા બેવરેજીસ કંપનીમાંથી સવા ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ રેસક્યુ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાં શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!