Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી બાદ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય, તંત્રની સફાઈ કામગીરી સામે સવાલ : ફટાકડાના સ્ટોલ હટ્યા છતાં મેદાનમાં ખોખાં, પ્લાસ્ટિક અને ખાણીપીણીનો કચરો યથાવત્; તાત્કાલિક સફાઈ કરાવવાની નાગરિકોની માંગ

Share

 

ભરૂચ :

Advertisement

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણ માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફાળવવામાં આવેલા સ્ટોલ વેપારીઓએ હટાવી લીધા છે, પરંતુ તહેવારો પૂર્ણ થયા બાદ પણ મેદાનની સફાઈ કરવામાં આવી નથી. પરિણામે શહેરના મહત્વના જાહેર મેદાનમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

હોસ્ટેલ ગ્રાઉન્ડના ખૂણે-ખૂણે ફટાકડાનાં ખોખાં, કાગળો, પ્લાસ્ટિકની થેલીઓ, ખાણીપીણીની ડીશો સહિતનો કચરો વેરવિખેર પડ્યો છે. દિવાળીના વેચાણ બાદ વેપારીઓએ સ્ટોલ હટાવી લીધા હોવા છતાં મેદાનની યોગ્ય સફાઈ ન થતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાગરિકોને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવે છે, તો બીજી તરફ શહેરના જાહેર મેદાનની આવી સ્થિતિ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. આ મેદાનનો ઉપયોગ કરતા રમતપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને પણ ગંદકીના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના સ્ટોલ માટે મેદાન ફાળવ્યા બાદ તેની સફાઈ અને કચરાના નિકાલની જવાબદારી કોની તે મુદ્દે પણ ચર્ચા ઊઠી છે. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા અને સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ તાત્કાલિક સફાઈ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે. હવે તંત્ર ક્યારે જાગે છે અને મેદાનને ગંદકીમાંથી મુક્ત કરાવે છે તે જોવું રહ્યું.


Share

Related posts

સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: મોડી રાતથી સાર્વત્રિક વરસાદ, માંગરોળમાં 30 મીમી અને ઉમરપાડામાં 10 મીમી વરસાદ નોંધાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

ભરૂચ નારાયણ વિધાવિહાર ખાતે નદી ઉત્સવ ઉજવણીના ભાગરૂપે વાર્તાકથન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!