Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં DMF ગ્રાન્ટ રિવ્યુ બેઠક યોજાઈ, અધૂરાં કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના : વર્ષ 2025-26માં પ્રાથમિક મંજૂરી પામેલા પ્રોજેક્ટના બાકી ટેકનિકલ અંદાજો રજૂ કરવા સહિત ચાર મુદ્દે સમીક્ષા કરાઈ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા આયોજન અધિકારીની અધ્યક્ષતામાં DMF ગ્રાન્ટ રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વર્ષોમાં મંજૂર થયેલા વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવા સહિત ચાર મુખ્ય એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પ્રગતિ હેઠળનાં બાકી કામો વહેલી તકે પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં વર્ષ 2025-26 દરમિયાન ગવર્નિંગ કાઉન્સિલ (GC)માં પ્રાથમિક મંજૂરી પામેલા પ્રોજેક્ટ અને કામોના બાકી ટેકનિકલ અંદાજો રજૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત વર્ષ 2021-22થી 2024-25 દરમિયાન વહીવટી મંજૂરી પામેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન પૂર્ણ થયેલા કામોના કમ્પ્લીશન સર્ટિફિકેટ (CC) રજૂ કરવા તેમજ વર્ષ 2026-27માં ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મંજૂર અને નામંજૂર થયેલા કામોની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ ચારેય એજન્ડા અંતર્ગત સંબંધિત વિભાગો પાસેથી કામોની વિગતો અને પ્રગતિની માહિતી મેળવવામાં આવી હતી. બાકી રહેલી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવા અને પ્રગતિ હેઠળનાં વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવા બની રહેલાં શૌચાલયનું સ્થળ બદલવા માંગ 

ProudOfGujarat

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!

ProudOfGujarat

હલદરવામાં રૂ.1.17 કરોડના ખર્ચે બે નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું : ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસકાર્યોનો પ્રારંભ : સાંઈ ગાર્ડન સોસાયટી અને નવી નગરીથી નર્મદા કેનાલ સુધીના માર્ગો બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!