Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાંચબત્તીના બુધદેવ માર્કેટમાં ટેમ્પાની ટક્કરે વીજપોલ ધરાશાયી, DGVCLને રૂ.20 હજારનું નુકસાન : વીજપોલ પડતાં નજીકમાં પાર્ક કરેલી ફોરવ્હીલ કારને પણ નુકસાન, ટેમ્પાચાલક સામે ફરિયાદ.

Share

 

ભરૂચ : ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા બુધદેવ માર્કેટ પાસે પૂરઝડપે આવતા ટેમ્પાચાલકે વીજપોલને ટક્કર મારતાં વીજપોલ વીજલાઇન સાથે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં વીજપોલની નીચે ઊભેલી ફોરવ્હીલ કારને પણ નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતને પગલે DGVCLની વીજ માળખાકીય સંપત્તિને અંદાજે રૂ.20 હજારનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

મળતી માહિતી મુજબ, DGVCL ભરૂચ ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ કણઝરીયાને ગત તા.15 નવેમ્બરના રોજ રાત્રે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો. જેમાં બુધદેવ માર્કેટ, પાંચબત્તી ખાતે આશરે રાત્રે 8:20 વાગ્યાના અરસામાં એક ટેમ્પાએ વીજપોલને ટક્કર મારતાં તે તૂટી પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.

આ અંગે વીજ કંપનીની સેકન્ડ શિફ્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન ટેમ્પો નંબર GJ-06-BV-8715ના ચાલકે વીજપોલને ટક્કર મારતાં વીજલાઇન સાથે પોલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું હતું. વીજપોલ પડવાના કારણે નજીકમાં ઊભેલી ફોરવ્હીલ કાર નંબર GJ-16-CB-7873ના પાછળના ભાગે પણ નુકસાન થયું હતું.

આ અકસ્માતમાં DGVCLની વીજ માળખાકીય સંપત્તિને અંદાજે રૂ.20 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે નાયબ ઇજનેર મહેશભાઈ કણઝરીયાએ બેદરકારીપૂર્વક ટેમ્પો ચલાવી વીજપોલને ટક્કર મારનાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

સુરતમાં ડિફોલ્ટરર્સ વધતાં લોન પર બેંકોની બ્રેક

ProudOfGujarat

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

કેમીકલ ભરેલા ટેન્કરનો વાલ લીક થતા અફરાતફરી નો માહોલ સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!