Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં આપઘાતના રહસ્યમય કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની દહેશત મચાવનારી બીમારી બાદ લોકો પાસે ખાવા પેટે અને ઘર ચલાવા માટે પણ પૂરતુ મહેનતાણું ન મળતા લોકો આપઘાત કરી રહ્યા છે.

તે જ રીતે ગત બપોરે એક આપઘાતનો કિસ્સો અંકલેશ્વર રેલેવે સ્ટેશનની ઉત્તરે બન્યો હતો. અંકલેશ્વરમાં ગત બપોરના અઢી વાગ્યાની આસપાસ મુતુજા મોહમ્મદ અલી વોરા ઘરના મુખ્ય કે જેઓની ઉંમર લગભગ 51 વર્ષ હોય રહે. ઝમઝમ એન.આર.આઈ. સોસાયટી અંકલેશ્વર ભરૂચ નાઓએ કોઈ અગમ્ય કારણોસર માલ ગાડી આવતી જોઈ તેની સામે ઊભા રહી અને જીવન ટૂંકાવ્યું હતું.

Advertisement

પરિવારમાં માતમનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર રેલેવે પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. જીવન ટૂંકવાનું મુખ્ય કારણ અર્થે હાલ અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃત પામેલ બોડીને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનું લેવલ જાણવા 10 જગ્યાએ વોટર લેવલ સેન્સર મૂકાયા, સચોટ માહિતી મળશે.

ProudOfGujarat

મુંબઈમાં સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ : તેનો પરિવાર હાલ મુંબઈની બહાર.

ProudOfGujarat

ભરૂચ : વરસાદી પાણી વચ્ચે સેગવા ગામની સગર્ભા માતાની વ્હારે તબીબી ટીમ આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!