Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં જનજાતિય ગૌરવ સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિ, મહિલા સંમેલનમાં સશક્તિકરણનો સંદેશ : ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત મહિલાઓને સરકારી યોજનાઓની માહિતી અપાઈ, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

Share

 

વાંકલ: ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા ‘જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ની સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સપ્તાહના અંતિમ દિવસે મહિલા સશક્તિકરણના સંદેશ સાથે વિશેષ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા સાથે લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પ્રફુલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલાઓનું સાચું સન્માન ત્યારે જ સાર્થક બને જ્યારે સ્ત્રી અને પુરુષ સમાન ભાવનાથી એકબીજાને સહયોગ આપે. મહાત્મા ગાંધી અને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને વિચારોમાંથી પ્રેરણા મેળવી સમાજના ઉત્થાન માટે સૌએ આગળ આવવું જોઈએ.

મહિલા આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન સીતાબેન નાયકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને આત્મનિર્ભર બનવાની નવી તકો મળી છે. ઉમરપાડા તાલુકાની ૬૮ દૂધ મંડળીઓ પૈકી ૩૨ દૂધ મંડળીઓનું સંચાલન મહિલાઓ કરી રહી છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. હાટ મેળા અને સમરસ છાત્રાલયો જેવી પહેલથી દીકરીઓના શિક્ષણ અને રોજગારીને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

સુમુલ ડેરીના ડિરેક્ટર અમિષભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જલ, જંગલ અને જમીનના અધિકારો માટેના સંઘર્ષને યાદ કર્યો હતો. જ્યારે પ્રાયોજના વહીવટદાર કચેરીના એચ.બી. ઠુમ્મરે જનધન યોજના, ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને એકલવ્ય શાળાઓ સહિતની યોજનાઓથી આદિવાસી વિસ્તારોમાં આવેલા પરિવર્તનની માહિતી આપી હતી.

કાર્યક્રમના અંતે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના અને આઈ.સી.ડી.એસ.ની બાળશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, સુનિતાબેન, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ સપનાબેન વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ગામીત, તરસાડી નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન રાવલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિવ્યેશભાઈ પટેલ, મામલતદાર રાજુભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

टाइगर श्रॉफ का परफेक्ट हेलीकॉप्टर शॉट!

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજી બે નવી સમિતિઓની રચના કરાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી –રાજકોટ હાઇવે પર વસ્તાડી પાટિયા પાસે ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!