Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે અરુણ કુમાર મીણાએ કાર્યભાર સંભાળ્યો : 19 નવેમ્બરથી નવી જવાબદારીનો પ્રારંભ : IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી અને 2014 બેચના IRTS અધિકારી છે અરુણ કુમાર મીણા

Share

 

પશ્ચિમ રેલવેના નવા મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે શ્રી અરુણ કુમાર મીણાએ 19 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ ભારતીય રેલવે ટ્રાફિક સેવા (IRTS)ના વર્ષ 2014 બેચના અધિકારી છે.

Advertisement

અરુણ કુમાર મીણા IIT બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેક્નોલોજી અને માસ્ટર ઓફ ટેક્નોલોજીની ડ્યુઅલ ડિગ્રી મેળવી છે. રેલવેના સંચાલન અને વાણિજ્યિક પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં તેમને બહોળો અનુભવ છે.

નવી જવાબદારી સંભાળતા અગાઉ તેઓ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક (જનરલ), મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં મંડળ વાણિજ્ય પ્રબંધક (FM), મંડળ પરિચાલન પ્રબંધક અને સહાયક પરિચાલન પ્રબંધક (M) જેવા મહત્ત્વના હોદ્દાઓ પર સેવાઓ આપી ચૂક્યા છે.

તેમણે પૂર્વ રેલવેના માલદા ડિવિઝનમાં સહાયક વાણિજ્ય પ્રબંધક તરીકે પણ કામગીરી કરી છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને સમર્પણ બદલ તેમને પ્રતિષ્ઠિત મહાપ્રબંધક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વ્યાવસાયિક જવાબદારીઓ ઉપરાંત અરુણ કુમાર મીણાને રમતગમતમાં પણ વિશેષ રસ છે. હવે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે તેઓ નવી જવાબદારી નિભાવશે.


Share

Related posts

ઉત્તરસંડામાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ રાખી ધંધો કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચમાં ગુરુનાનક જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : આખલા યુદ્ધે લીમડી ચોક વિસ્તારમાં મચાવી અફરાતફરી, મકાન અને બાઇકને નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!