Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલા પ્રિન્સને 17 વર્ષે કાળમુખા ડમ્પરે ભરખ્યો : સુરતના નિઃસંતાન રાણા દંપતિએ દોઢ વર્ષની વયે ભરૂચમાંથી દત્તક લીધો હતો, ધોરણ-10ની પરીક્ષાની તૈયારી વચ્ચે અકસ્માતે એકના એક પુત્રનું મોત

Share

 

ભરૂચ : સુરતના નિઃસંતાન રાણા દંપતિએ ભરૂચના અનાથ આશ્રમમાંથી દોઢ વર્ષની વયે દત્તક લીધેલા પ્રિન્સનું 17 વર્ષની ઉંમરે ડમ્પરની અડફેટે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ટ્યૂશનથી ઘરે પરત ફરી રહેલા પ્રિન્સને સુરતના ચાર રસ્તા વિસ્તારમાં ડમ્પરે અડફેટે લેતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

સુરતમાં જરીકામ અને મજૂરી કરી જીવન ગુજારતા અરવિંદ રાણા અને તેમના પત્ની નિઃસંતાન હતાં. વૃદ્ધાવસ્થામાં સહારો મળે તે આશયથી તેમણે ભરૂચના અનાથ આશ્રમમાંથી દોઢ વર્ષના પ્રિન્સને દત્તક લીધો હતો. ઓછી આવક હોવા છતાં દંપતિએ પ્રિન્સને સગા પુત્રની જેમ લાડકોડથી ઉછેર્યો હતો અને સારી શાળામાં અભ્યાસ કરાવ્યો હતો.

પ્રિન્સ હાલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગુરુવારે ટ્યૂશનથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ચાર રસ્તા વિસ્તારમાં ડમ્પરે તેને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.

મૃતકના મામા રજનીકાંત રાણાએ જણાવ્યું હતું કે, બહેન-બનેવીને સંતાન ન હોવાથી પ્રિન્સને દોઢ વર્ષની વયે અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. જ્યારે માસીએ જણાવ્યું હતું કે, દત્તક લીધા બાદ પ્રિન્સને કાનની બીમારી થતાં તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું. બે દિવસ પહેલાં જ તે ઉજ્જૈન જઈને આવ્યો હતો. ગુરુવારે તેના 17 વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહ વચ્ચે આ કરુણ ઘટના બની હતી.

જે પુત્ર વૃદ્ધાવસ્થાનો સહારો બનવાનો હતો તેને ગુમાવતાં રાણા દંપતિના આક્રંદથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.


Share

Related posts

પંચમહાલ ખાણખનિજ વિભાગે કરોડોની વસૂલાત કરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ગોધરા રાજુ સોલંકી

ProudOfGujarat

ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પને સાકાર કરવા પ્રકૃતિ પ્રેમી યુવાનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હલદર ગામે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડીયા ની આરતી ઈન્ડટ્રીઝમાં ચોરી કરેલ ભાગેલ ચોરો નો પીછો કરતા સિક્યુરીટી તથા પોલિસ પર હુમલો કરનાર પૈકી ચાર આરોપી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!