Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શુક્રવારે પાણી પુરવઠો 4થી 5 કલાક મોડો મળશે : માતરિયા ઇન્ટેકવેલ અને અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વીજ પુરવઠો ચાર કલાક બંધ રહેતાં પાણી વિતરણ પર અસર થશે

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શુક્રવાર, તા. 20 નવેમ્બર, 2026ના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો 4થી 5 કલાક મોડો આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 11 KV ફીડરના વીજ પુરવઠાની કામગીરીના ભાગરૂપે માતરિયા ઇન્ટેકવેલ અને અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વીજ પુરવઠો સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

આ વીજ કાપને કારણે પાણી પુરવઠાની પ્રક્રિયા પર અસર પડવાની શક્યતા છે. પરિણામે શુક્રવારે બપોર બાદ શહેરની વિવિધ પાણીની ટાંકીઓ મારફતે આપવામાં આવતો પાણી પુરવઠો નિર્ધારિત સમય કરતાં 4થી 5 કલાક મોડો મળશે.

નગરપાલિકાએ જાહેર જનતાને આ ફેરફારની નોંધ લેવા અને પાણીનો જરૂરી સંગ્રહ કરી સહકાર આપવા અપીલ કરી છે.


Share

Related posts

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

ProudOfGujarat

સિઝર યોગેશ બેલેરાવનું વધુ એક કારનામું : જૂની બાઈક વેચાણે આપવાના બહાને યુવાન સાથે ૫૫ હજારની ઠગાઈ

ProudOfGujarat

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!