Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

Share

આણંદ જિલ્લા પોલીસવડા પ્રવિણકુમાર દ્વારા જિલ્લામાં બિન હથિયારધારી પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 19 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 43 પોલીસ જવાનોની બદલીના સાગમટે હુકમ કરતા જિલ્લા પોલીસ બેડામાં ઠંડીના સૂસવાટા વચ્ચે ચર્ચાઓની ગરમી વ્યાપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આર. વાળાની આંકલાવ ખાતે, પેટલાદ રૂરલ માં ફરજ બજાતા બી. એમ.માળીની બોરસદ ટાઉન ખાતે, આણંદ ટાઉન ખાતે ફરજ બજાવતા જી.એમ. પાવરની વિદ્યાનગર પોલીસ મથક ખાતે, ખંભોળજ પોલીસ મથકે ફરજ બજાવતા પી.આર.ગોહિલની આણંદ ટાઉન ખાતે, વીરસદ ખાતે ફરજ બજાવતા એમ. આર. રાઠોડની ખંભાત શહેર ખાતે, મહેળાવ ખાતે ફરજ બજાવતા એસ.ઓ.ચૌધરીની પેટલાદ ટાઉન ખાતે,એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા એન.આર. ભરવાડની મહિલા પોલીસ મથક ખાતે, એલ.આઈ.બી. કંટ્રોલ એટેચ તરીકે ફરજ બજાવતા ડી.કે.મોરીની કંટ્રોલરૂમ ખાતે, સાયબર ક્રાઇમ માં ફરજ બજાવતા એચ.જી. ચૌધરીની ભાલેજ ખાતે બદલી કરવામાં આવી છે.

Advertisement

આ ઉપરાંત ભાદરણ ખાતે ફરજ બજાવતા આર. એમ.ચૌહાણની સાયબર ક્રાઇમ ખાતે,ખંભાત શહેર પોલીસ મથકે ફરજ બજાવતા આઈ. આર. દેસાઈની વીરસદ પોલીસ મથકે, આણંદ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતા પી.કે.સોઢાની એસ.ઓ.જી શાખામાં, ખંભાત શહેર પોલીસ ખાતે ફરજ બજાવતા એન.આર.ભરવાડ ની મહિલા પોલીસ મથકે, ખંભાત રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતા એમ.એમ. જુજાની મહેળાવ પોલીસ મથકે, શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પી.કે. મંડોરાની વિદ્યાનગર ખાતે, મહિલા પોલીસ મથકે ફરજ બજાવતા એસ.ડી. પટેલની ખંભાત શહેર ખાતે, બોરસદ શહેર પોલીસ મથકે ફરજ વેચાતા એમ.બી. ચાવડાની ખંભાત રૂરલ ખાતે, વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા જી.બી. રાઠોડની મહિલા પોલીસ મથકે તથા ભાલેજ ખાતે ફરજ બજાવતા એ. એસ.શુકલની વિદ્યાનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ મળી 43 પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે.


Share

Related posts

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળ્યા, ખેડૂતોને લાખોનું નુકસાન

ProudOfGujarat

ભરૂચ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું……….

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં નાનાજાંબુડાથી ગારદા ગામનો રોડ અને નાળુ બનાવવા લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!