આચાર્ય ડૉ. હિમાંશુ સુરેશચંદ્ર પારેખને કર્ણાટકના મૈસુર સ્થિત NCERT ખાતે ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge System) વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં તેમણે “Achieving Goals of NEP-2020 by Ending Violence in Schools at Secondary Level Using Hindustani Classical Vocal Music: a Case Study” વિષય પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું.
આ સંશોધનમાં ડૉ. પારેખે હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીતના વિવિધ રાગોના વિનિયોગ દ્વારા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં હિંસાત્મક વૃત્તિઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય અને શાળાઓમાં હિંસાની ઘટનાઓનું નિવારણ કેવી રીતે શક્ય બની શકે તે અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી.
તેમણે સંગીતને શિક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓમાં સકારાત્મક માનસિકતા, સંવેદનશીલતા અને શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવાની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના ઉદ્દેશ્યોને સાકાર કરવામાં ભારતીય શાસ્ત્રીય સંગીતની ભૂમિકા અંગે કેસ સ્ટડી આધારિત સંશોધન રજૂ કર્યું હતું.
