Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેકિંગ ન્યૂઝ | ભરૂચ – આમોદ : માંગરોલમાં આવાસ યોજનાના 16 પ્લોટ રદ થતાં વિવાદ! તાલુકા પંચાયત કચેરીએ સરપંચ સહિત ગ્રામજનોનાં ભજન સાથે ધરણાં

Share

 

આમોદ તાલુકાના માંગરોલ ગામે આવાસ યોજનાના કુલ 36 પ્લોટ પૈકી 16 પ્લોટ રદ કરવામાં આવતાં ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આદિવાસી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે મંજૂર કરાયેલા પ્લોટ રદ કરાયાના આક્ષેપ સાથે સરપંચ સહિત ગ્રામજનો અને કોંગ્રેસના હોદ્દેદારો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.

તાલુકા વિકાસ અધિકારીની કચેરીના દરવાજા બહાર ગ્રામજનોએ ધરણાં પ્રદર્શન શરૂ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના ભજન સાથે વિરોધ પ્રદર્શન કરી રદ કરાયેલા 16 આવાસ ફરી મંજૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

Advertisement

ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળનારા આવાસો રદ કરવા પાછળનું કારણ શું છે તે અંગે તંત્ર સ્પષ્ટતા કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.


Share

Related posts

રાજપીપળા : કોરોના મહામારીમાં ઇમ્યુનીટી વધારતી આયુર્વેદિક ઔષધિ તેમજ અન્ય દવાઓનું મોટાપાયે કરાતું ઉત્પાદન.

ProudOfGujarat

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં.

ProudOfGujarat

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!