Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ: બીજા માળે દોરીમાં ફસાયેલા કબૂતરનું યુવાનોએ કર્યું સફળ રેસ્ક્યુ : પગમાં ઊંડા ઘા સાથે લટકતા કબૂતરને ભારે જહેમત બાદ બચાવ્યું; સારવાર માટે મોસાલી પશુ દવાખાને ખસેડાયું

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે જીવદયા પ્રેમી યુવાનોની સતર્કતા અને માનવતાને કારણે દોરીમાં ફસાઈને બીજા માળે લટકતી હાલતમાં રહેલા એક અબોલ કબૂતરનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. યુવાનોએ ભારે જહેમત બાદ કબૂતરનું સફળ રેસ્ક્યુ કરી તેને સારવાર માટે પશુ દવાખાને ખસેડ્યું હતું.

વાંકલ સ્થિત સાંઈ ફૂટવેર નામની દુકાનના બીજા માળે એક કબૂતર કોથળાની નાયલોન દોરીમાં ખરાબ રીતે ફસાઈ ગયું હતું અને હવામાં લટકી રહ્યું હતું. આ દૃશ્ય સ્થાનિક વેપારી ભાવેશભાઈ ફૂલવાળાની નજરે પડતાં તેમણે તાત્કાલિક દુકાનના માલિક જગદીશભાઈને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

કબૂતરની ગંભીર હાલત જોઈ દીપક પુરોહિત, ભાવેશભાઈ ફૂલવાળા અને ઈમરાનભાઈ સહિતના યુવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજા માળે પહોંચીને કાતરની મદદથી કબૂતરના પગમાં વીંટળાયેલી નાયલોન દોરી કાપી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.

લાંબા સમય સુધી દોરીમાં ફસાયેલું રહેવાને કારણે કબૂતરના પગમાં ઊંડા ઘા પડ્યા હતા. જેથી વધુ લોહી વહી ન જાય અને યોગ્ય સારવાર મળી રહે તે માટે યુવાનોએ તેને તાત્કાલિક મોસાલી સ્થિત પશુ દવાખાને પહોંચાડ્યું હતું. સારવાર બાદ કબૂતરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વાંકલના યુવાનોની આ સેવાભાવી અને જીવદયાની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.


Share

Related posts

અંકલેશ્વર ચૌટા બજારમાં પોસ્ટ ઓફિસ બાજુના બાંધકામને બૌડા એ પુનઃ સીલ માર્યું

ProudOfGujarat

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરથી UP ATS ની સતત પૂછપરછ

ProudOfGujarat

ગૌવંશના મુખ્ય આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો થતાં પોલીસ બેડામાં ભારે ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!