Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

મધ્ય પ્રદેશ રાજ્યની ગેંગ ઝડપાય

Share

 

આ ગેંગ ગુજરાતમાં વાહન ચોરી કરતી હતી. ઇચ્છાપુર પોલીસે ગેંગ ઝડપી પાડી.

Advertisement

સુરત શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુના અટકાવવા માટે કમીશનર સુરત તેમજ મદદનીશ પોલીસ કમિશનર નાં સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર જી.એ પટેલ ઇચ્ચાપુર પોલીસ એ આ વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફને સૂચના કરતા માણસો કામગીરી કરતા અ.હે.કો ઈન્દ્રજીત સિંહ અમરસંગ વનાર તથા પો.કો ચંદુ પ્રભુભાઈએ ખાનગી રાહે બાતમી મળી હતી કે એમ.પી તરફના મજુરો રાત્રીના સમયે વાહન ચોરી કરી તેમના વતન એમ.પી નાસી જઈ છે. આ બાતમી નાં આધારે ટેકનીકલ સોર્સ ની મદદ થી વાહન ચોરી કરનારનું લોકેશન ચાંદ પુર હોવાનું જણાતા ઈચ્છાપુર પોલીસ સ્ટે. ની ટીમના માણસો પી.એસ.આઈ એસ.એસ. વરુ તેમજ તેમના સ્ટાફે તા.૨૩-૦૩-૨૦૧૮ નાં રોજ એમ.પી ચાંદપુર ખાતે રવાના થઈ અને ચાંદપુર સ્ટે વિસ્તાર ખાતેથી અલગ અલગ સ્થળે છાપો મારી આરોપી ખુમાણ ભાઈ ભીન્ડે ઉ.વ ૨૦ રહે. પતાયા ફળિયું ચાંદપુર તથા અબેસિંહ ઉર્ફે નાધે ચીમાંલ્યા ઉ.વ ૧૮ રહે. ચાંદપુર તથા ગોલુ છગલીયા વાસકરે ઉ.વ ૧૭ રહે. ખોડિયાર વાડ મોરાગી ગામ ચાંદપુર એને પકડી પાડી તેઓના ઘરેથી કુલ ૯ મોટર સાયકલ રીકવર કરે છે.


Share

Related posts

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

પોલીસને ચકરાવે ચઢાવે તેવી રહસ્યોની માયાજાળ : અમરતપુરા ગામે ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યા બાદ બીજી જગ્યા પરથી શરીરના બીજા ભાગોની બેગ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!