Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોને લઇ જીલ્લા વહીવટીતંત્રને સામાજિક કાર્યકરની ધારદાર રજુઆત

Share

વિજયસિંહ સોલંકી. ગોધરા

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેર સહિત તાલુકાના વિવિધ લોકપ્રશ્નો, સમસ્યાઓ અને વિકાસલક્ષી પ્રશ્નોને લઈને તા.૦૨ એપ્રિલ,૨૦૧૮ના રોજ જિલ્લા લેકટર એસ.કે.લાંગાને રૂબરૂમાં મળીને પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ કરવાં માટે ગોધરાના સામાજીક કાર્યકર કેલાશ કારીયા દ્રારા રજુઆત કરવામાં આવી છે.

Advertisement

જિલ્લા કલેકટરને કરાયેલી રજુઆતમાં મુખ્યત્વે ગોધરા આર.ટી.ઓ કચેરીમાં ગેરકાયદેસર આર.ટી.ઓ એજન્ટો અને આર.ટી.ઓ કર્મચારીઓની મીલીભગતના કારણે તાજેતરમાં અરજદારોને કંડકટર બેઝ ડ્રાઈવિંગ લાયસન્સમાં નિયત ફી કરતા પાંચ ઘણા વધારે નાણાં ચૂકવવા પડતા અરજદારોનો આર.ટી.ઓ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સામે ઉગ્ર આક્રોશ સાથે રોષ ફાટી નિકળયો હતો.જે અંગે યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે ખાતાકીય રાહે કાયદેસરની કાર્યવાહી કરવાં અને ગોધરા કલેકટર કચેરી ખાતે આવેલ ડ્રાઈવિંગ લાયસન્સ શાખા પાસે આર.ટી.ઓ એજન્ટ તરીકે કામ કરતા ગેરકાયદેસર એજન્ટો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાં માંગ કરી છે.
આ સિવાય ગોધરા શહેરમાં છેલ્લા ૧૫ માસથી સીટી સર્વે વિસ્તારમાં આવેલ “F” સત્તાપ્રકારની મિલ્કતોમાં સીટી સર્વે ગોધરાની કચેરીએ નોંથો નહી પાડતા જેને લઈને નગરજનો ઉકત કચેરીના ધક્કા ખાઈને ખૂબ જ નિરાશા સાથે મૂશ્કેલીમાં મૂકાઈ જતા,જેને લઈને યોગ્ય તપાસ કરાવી પ્રશ્નનો સુખદ નિરાકરણ કરવાં માટે પણ માંગ કરવામાં આવી છે.ગોધરા શહેરથી ૧૮ કિ.મિ.ના અંતરે આવેલ અને ઠંડા-ગરમ પાણીના કુંડ માટે ગુજરાત સહિત દેશમાં જાણીતા ટુવા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિદ્યાઓ જેવીકે પીવાનુ પાણી,લાઈટ,શૌચાલય,સાફ-સફાઈ વગેરે સત્વરે કાર્યરત કરી,ટુવાનો યાત્રાધામ તરીકે વિકાસ કરવાં માટે પણ રજુઆત કરવામાં આવી છે. ગોધરાથી દાહોદ મુખ્ય હાઈ-વે માર્ગ પર ગોધરાથી ૧૨ કિ.મિ ના અંતરે આવેલ ગઢ ચૂંદડી માં ખેરોલમાતા મંદિરનો ધાર્મિક સ્થળ તરીકે વિકાસ કરવાં માટે જરૂરી પ્રાથમીક સુવિધાઓ જેવીકે રોડ-રસ્તા,પીવાનુ પાણી,શૌચાલય, લાઈટ,સાફસફાઈ વગેરે સુવિધાઓ જેમ બને તેમ જલ્દી કાર્યરત કરવાં માટે પણ રજુઆત તેમજ ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જે તે સમયે નગરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ નાખવામાં આવ્યા હતા.જે હાલ તમામ સિગ્નલ બંધ હાલતમાં બીન ઉપયોગી અને બીન કાર્યક્ષમ હોઈ,જે તમામ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવી તેના આધારે ટ્રાફિક નિયમન કરવાં માટે પણ માંગ કરી છે.
આમ,ગોધરા નગરની વિવિધ સમસ્યા અને વિકાસલક્ષી, લોકપ્રશ્નોને લઈને ગોધરાના સામાજિક કાર્યકર કૈલાસ કારીઆ ધ્વારા જિલ્લા વહીવટી તંત્રને પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ કરવાં માટે ધારદાર રજુઆત કરવામાં આવી છે


Share

Related posts

ઝઘડીયા નજીક કન્ટેનરના ચાલક સાથે બે ઇસમો બાખડયા.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લામાં કોરોના વાયરસને પગલે કોર્ટ સહિતનાં અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

કરજણ નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર ટ્રેક્ટર પલ્ટી ખાતા ત્રણ ને ઈજાઓ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!