Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

Share

બે લાખ રૂપિયાની સનસનાટી

ભરૂચ નગરના સતત વાહન વ્યવહાર થી ધમધમતો સીવીલ હોસ્પીટલ રોડ ઉપર ભર બપોરના સમયે ચીલ ઝડપની ઘટના બની હતી. જેના પગલે પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. જો કે આ ઘટના અંગે ફરીયાદીની ફરીયાદ નોંધવાતા તજવીજ કરી રહ્યા છે. ત્યારે જાણવા મળેલ વિગત મુજબ ભરૂચ શહેર વિસ્તારમા આવેલ બેંક ઓફ બરોડામાથી બકુલ ભાઇ રાણા બેંક્માથી નાણા લઈને પરત આવી રહ્યા હતા. તેઓ નવી વસાહતમા રહેતા હોય. સીવીલ રોડ પરથી આવી રહ્યા હતા. સુરત એસ.એમ.સી માથી નિવૃત થયેલ બકુલ ભાઇ ચાલતા આવી રહ્યા હતા ત્યારે પુર ઝડપે આવેલ મોટર સાયકલ સવારોએ તેમની પાસેથી રૂપિયા બે લાખ ભરેલ થેલી ખૂચવી લઈ ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે ‘એ’ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધવાના ચક્રો ગતિમાન કરાયા છે.

Advertisement

પોલીસ પેટ્રોલિંગ માત્ર ઈંધણ નો ધુમાડો અને સરકારી નાણાનો વ્યય

સમગ્ર ભરૂચમા પોલીસ તંત્ર ધ્વારા દિવસ રાત્ર સધન પેટ્રોલીંગ થઈ રહ્યુ છે. તેવો દાવો પોલીસ તંત્ર ધ્વારા વખતો વખત કરવામા આવે છે. પરંતુ આ ચીલ ઝદપ ઘટનાએ પોલીસ તંત્ર ની પોલ ખોલી નાખી છે. સિવીલ હોસ્પીટલ રોડ વાહન વ્યવહાર અને રાહદારી ઓથી સદાએ ધમધમતો રહે છે. તેમાએ દિન-દહાદે વધુ અવર  જવર હોય છે. ત્યારે બનાવ બન્યો તે પોલીસ તંત્ર માટે પડકાર સમાન છે. એક નિવૃત કર્મચારી જીંદગી ભરની રોજી રોટી સમાન બેંકમા મુકેલ નણાને ક્ષણવાર મા અસામાજીક તત્વો જુટવી ગયા. નિવૃત કર્મચારીની વંદના કોણ સમજશે…??? તે એક મોટો સવાલ છે.     


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે નિંદ્રાધીન યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

છોટાઉદેપુર શોર્ટશર્કીટના કારણે ફોર્ડ ફિગો કારમાં લાગી આગ-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ-૧૭૮ બેડને ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સૂવિધા કાર્યરત થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!