Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામે પતિ-પત્ની ના ઝઘડામાં પતિ એ પત્ની ને માથા ઈજાઓ પોહોચાડતા પત્ની નું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામે રહેતા જય શ્રી બેન સંજય ભાઈ વાસવા નાઓ પોતાની પત્ની સાથે બપોર ના 1વાગે ની આસપાસ ખેતર માં જતી વેળા એ કોઈ કારણસર ઝઘડો થતા સંજય ભાઈ એ જયશ્રી બેન ને માથાના ભાગે લાકડી ના સપાટો મારી હાથ અને માથા માં ઇજા પોહોચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જયશ્રી બેન પોતાના સગાવાળા ને ત્યાં કોઈ પ્રસંગ માં ગઇ હોય અને ઘરે પાછી આવતા તેના પતિ સંજય ભાઈ એ તું તારા સગાવાળા ની ત્યાં કેમ ગઈ હતી તેમ કહી બોલાચાલી કરી માછલાં જોવાં ને બહાને ખોજબલ સદથલા નજીક ની ખાડી પાસે લઈ જઈ લાકડી વડે મારમારી જયશ્રી ને માથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાની મોટરસાયકલ ઉપરજ લોહીલુહાણ હાલત માં ઘરે લઈ ને જતો હતો દરમિયાન મૃતક ના પિયરીયા રોડ ઉપર દેખતાજ જયશ્રી ને બાઇક પર થી ધકો મારી રોડ પર ફેંકી દઇ ભાગી છૂટીયો હતો. ઘાયલ જયશ્રી ને તેના ઘરવાળા સારવાર માટે ભરૂચ લાવતા સારવાર દરમિયાન મોડી સાંજે 7.45 કલાકની આસપાસ હાજર તબીબે તેને મરણ જાહેર કરી હતી.આ ઘટના ની જાણ વાગરા પોલીસ ને કરાતા પોલીસે મૃતક ના પિતાની ફરિયાદ લઇ સંજય રતિલાલ વસાવા વિરોધ હત્યા નો ગુન્હો નોંધી ફરાર સંજય ની શોધ ખોળ આરંભી છે..

Share

Related posts

ભરૂચ ઉમલ્લા અને રાજપારડી વિસ્તારમાં બુટલેગરો સામે ક્રાઇમ બ્રાંચની તવાઈ, લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

ગત રાત્રી ના સમયે મંગલમ રેસીડન્સી ના પાર્કીગમા આગ લાગતા ૬ મોટર સાયકલ બળી ને ખાખ

ProudOfGujarat

દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ ઘટનામાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત દર્દીઓની મનસુખભાઇ વસાવાએ મુલાકાત લીધી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!