Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના નવા કલેકટર શ્રી રવિ અરોરા એ પરિવાર સાથે રવિવારે ભરૂચ ના ઐતિહાસિક સ્થળોની મુલાકાત સહ પરિવાર લીધી…

Share

ભરૂચના નવા કલેકટર શ્રી રવિ અરોરા એ પરિવાર સાથે રવિવારે ભરૂચ ના ઐતિહાસિક સ્થળોની મુલાકાત સહ પરિવાર લીધી…

(હારૂૂન પટેલ)રવીવારે સવારે કલેકટર સહિત ભરૂચ સીટીઝન કાઉન્સીલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર  ડીઝાઇનર ભરૂચ ના સભ્યો તથા ભરૂચ નગરપાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ અને મુખ્ય અધિકારી સહિતના કફલાને જોઈ ને જુના ભરૂચ શહેર માં લોકોમાં કુતુહલ થયું હતું.
ભરૂચ હેરિટેજ ટુરની શરૂઆત ભૃગુ ઋષિ મંદિર થી દશાશ્વમેઘ ઘાટ, હાજીખાન બજાર માં આવેલ ભૂખણ ધોબી ની ધર્મશાળા, જુમ્મા મસ્જિદ, પારસી અગિયારી, બેગમ વાડી અને હૈદર સાહેબ ના સરદાર હવેલી થી ભરૂચ ના ઐતિહાસિક કોટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ ની ભવ્યતા ને ઉજાગર કરવા શુ થઈ શકે તે શક્યતા ઓ ઉપર ચર્ચા વિચારણા કરી હતી.
ભરૂચ એ ભારતનું  અતિ પૌરાણિક અને ઐતિહાસિક શહેર છે. કાશી પછી ના બીજા પૌરાણિક શહેર તરીકે ભરૂચ જાણીતું છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી,વરાહ અવતાર, વામન, ભૃગુ ઋષિ, જમદગ્નિ ઋષિ થી લઈને વિશ્વ ને ખેડભરૂચના નવા કલેકટર શ્રી રવિ અરોરા એ પરિવાર સાથે રવિવારે ભરૂચ ના ઐતિહાસિક સ્થળોની મુલાકાત સહ પરિવાર લીધીવા નીકળેલા ડચ, બ્રિટિશ, હુણ, રોમન, મરાઠા અને મુગલો એ ભરૂચ ના ભવ્ય બંદરે થી પ્રવેશી ભરૂચ ને લૂંટયું અને અહીં થી જ ભારત ના અનેક  વિસ્તારો માં સામ્રાજ્ય વિકસાવ્યું હતું.
વિશ્વની તમામ સંસ્કૃતિ ઓ ને ભરૂચે સ્થાન આપ્યું પરંતુ આ ઐતિહાસિક વિરાસતો ને જાળવી રાખવામાં ભરૂચ ઉણું ઉતર્યું.
ભરૂચના ઉત્સાહી કલેકટર ભરુચ ની અસ્મિતા પુનઃ જીવિત કરવા સક્રિય બનતા, જુના ભરૂચ શહેર ના લોકો માં આશા નું કિરણ જન્મ્યું છે એમ ભરૂચ સિટીઝન કાઉન્સીલ ના પ્રમુખ જીવરાજભાઈ પટેલે જણાવ્યું. જો કે રવિવાર ની મુલાકાત અનૌપચારિક હતી જેમાં અગ્રણી હરીશ જોશી , નગરપાલિકા પ્રમુખ સુરભીબેન, મુખ્ય અધિકારી સંજય સોની અને ટ્રિપલ આઈ ડી ના કદમ શાહ, બુસરા  કોન્ટ્રાકટર વિગેરે જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : વિજય દિવસની નારાયણ વિદ્યાવિહાર ખાતે શૌર્ય ગીત ગાઈ ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!