Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એસ ટી વિભાગ ની ગંભીર બેદરકારી સામે આવી નિયમ કરતા વધુ મુસાફરોને મુસાફરી કરાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ વ્યાપી ગયો છે…..

Share

ભરૂચ થી ઘોડી તરફ જતી બસ માં ૧૨૦ થી વધુ મુસાફરો ભરી બસ ને વહન કરાતી હોવાની ચોંકાવનારી માહિતી વાયરલ થયેલા વિડીયો થકી જાણવા મળી રહી છે..આ વીડિયો ઉતારનાર શખ્સ બોલી રહ્યો છે કે ૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભરૂચ  ટંકારીયા વચ્ચે અપડાઉન કરતા હોય છે તેમજ અસંખ્ય મુસાફરો અવર જવર કરતા હોય છે તેઓ વચ્ચે એસ ટી વિભાગ દ્વારા માત્ર બે બસ મૂકી હોવાના કારણે લોકો ને અને અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે ……
વીડિયો ઉતારનાર એક પછી એક મુસાફરોની ગણતરી બસ રુકે છે ત્યારે કરી રહ્યો છે અને જણાવી રહ્યો છે કે નિયમ મુજબ કરતા વધારે મુસાફરો એસ ટી બસ માં વહન કરાઈ રહ્યા છે ….હાલ તો આ વાયરલ થયેલો વિડીયો શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે…….અને ભરૂચ એસ ટી ના વહીવટી તંત્ર ની બેદરકારી ના ધજાગરા ઉડાવી રહ્યો છે……..

Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાના ગુનામાં 3 ની ધરપકડ

ProudOfGujarat

નેત્રંગમાં સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે મફત નેત્ર રોગ નિદાન તેમજ રક્તદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!