Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ખાતે શાળા સલામતી સપ્‍તાહ અંતર્ગત એન.ડી.આર.એફ. ટીમ દ્વારા કાર્યશિબિર યોજાયો..

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં શાળા સલામતી સપ્‍તાહ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર ટીમ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલ વલસાડ ખાતે લાઇવ ડેમોસ્‍ટ્રેશન કમ વર્કશોપ યોજાયો હતો. જેમાં ૬ બટાલીયન એન.ડી.આર.એફ.ના કેપ્‍ટન બુધારાના દેવાસી તથા તેમની ટીમ, જિલ્લા ડિઝાસ્‍ટર ટીમ વગેરેએ ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. એન.ડી.આર.એફ.ની ટીમે અકસ્‍માત સમયે રાખવાની થતી કાળજી તથા કુદરતી આપત્તિઓ જેવી કે, પૂર, આગ, ભૂકંપ વખતે લેવાના થતા પગલાં, અકસ્‍માત સમયે મેડીકલ ટીમ પહોંચે તે પહેલાં લેવાની થતી પ્રાથમિક સારવારની જાણકારી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

Advertisement

Share

Related posts

GUJCET ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર.

ProudOfGujarat

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી શેરી શાળાઓ બની વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન..જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!