Proud of Gujarat
GujaratFeaturedINDIA

વરસાદ વચ્ચે રાજકોટમાં શિક્ષણમંત્રીએ ખુલ્લો મુક્યો લોકમેળો, કહ્યું કેટલાક લોકો જ્ઞાતિવાદથી સમાજને તોડે છે…..

Share


સૌજન્ય-રાજકોટ: રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળો સવારે 10 વાગ્યે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે કેટલાક લોકો જ્ઞાતિવાદથી સમાજને તોડી રહ્યા છે. એક તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વરસાદથી લોકમેળામાં પાણીના ખાબોચીયા ભરતા ગારો-કીચડના દ્રશ્યો સર્જાયા હતા. પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

શું કહ્યું શિક્ષણમંત્રીએ

Advertisement

લોકમેળો ખુલ્લો મુકી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્રવાસીઓને મેળાનો લાભ લેવા આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અમે 3થી 5 રૂપિયામાં મેળાની મજા માણતા હતા ત્યારે આજે 2થી 3 હજારમાં મેળાની મોજ માણી શકાય છે. પહેલાના અને અત્યારના મેળામાં તફાવત છે. અગાઉ સાદો મેળો હતો હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળો મનાવવામાં આવે છે.

ટોરાટોરા, ફજત ફાળકા, મોતનો કૂવો સહિતનાં આકર્ષણો જમાવટ કરશે
રેસકોર્સના મેદાનમાં યોજાનારા ભાતીગળ લોકમેળામાં આ વર્ષે પણ લોકોના આકર્ષણ માટે રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 4 અને નાની ચકરડીના 18 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમજ મોટા યાંત્રિક આઇટમો જેવી કે ચકરડી, ટોરાટોરા, ફજત ફાળકા, મોતના કૂવા સહિતના 44 જેટલા પ્લોટમાં વિવિધ રાઇડસ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત લોકમેળામાં ફરતા-ફરતા લોકો ખાણીપીણીની જયાફત માણી શકે તે માટે ખાણીપીણીના નાના ઉપરાંત મોટા 5 સ્ટોલ, રમકડાના કોર્નરના 32 સ્ટોલ, તથા આઇસ્ક્રિમના 16 ચોકઠા જમાવટ કરશે.

મેળામાં છે આવી વ્યવસ્થા

04 તરફથી પ્રવેશદ્વાર
10 સ્થળે પાર્કિંગની સુવિધા
300 સીસીટીવી
3000 પોલીસ અને ખાનગી સિક્યોરિટીનો સ્ટાફ
150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત


Share

Related posts

જામનગરમાં ૪૧ મી શિવ શોભાયાત્રાનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat

જંબુસર બજાર લોકોની અવર જવરથી ધમધમી ઉઠયું.

ProudOfGujarat

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની માંગ સાથે ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!