અમદાવાદ: લોકસભા 2019ની ચૂંટણી હવે ઢુકડી છે. ત્યારે વારાફરતી વારા કોંગ્રેસમાંથી ભાજપના શરણે આવી રહ્યા છે. હજૂ બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યાં આજે મહેસાણાના પૂર્વા કોંગી સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસને અલવિદા કહી ભાજપના શરણે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ 2004માં જીવાભાઈ પટેલ સામે મહેસાણા લોકસભા બેઠક હાર્યા હતા. ત્યારે આજે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતમાં ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા ગ્રહણ કરી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો મળ્યો છે. પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસ છોડી ભાજપ સાથે જોડાયા છે. જીવાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કોંગ્રેસના તરીકે ખૂબ મોટુ નામ હતું. તેમણે કોંગ્રેસ નેતાગીરી સામે નારાગીને કારણે રાજીનામું આપ્યું છે. જીવાભાઈ પટેલ કોંગ્રેસના ખજાનચી રહી ચૂક્યા છે… Courtesy DB