Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના ઉમરગામની બે મહિલાઓને પતિએ કાગળ પર આપ્યા તલાક, ન્યાય માટે બંને પત્નીનો પોકાર

Share

 

સૌજન્ય/સુરતઃ વલસાડના ઉમરગામનાં સંજાણમાં 2 મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને 3 તલાક આપી દીધા છે. મળતી માહિતી પ્રમાણે એક મહિલાને 7 મહિનાનો ગર્ભ છે અને તેના લગ્ન 10 મહિના પહેલાં જ થયા હતા. મહિલાની ઉંમર ફક્ત 21 વર્ષની છે. જ્યારે અન્ય મહિલાની ઉંમર ફક્ત 24 વર્ષ છે. એક સાથે બે મહિલાઓને તેમના પતિએ તલાક આપી દેતા મામલો ચર્ચામાં આવ્યો છે.
મહિલાએ પરિ પર લગાવ્યા આરોપ

Advertisement

21 વર્ષિય મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના પતિનો સંબંધ પતિની બહેનની દીકરી સાથે ઘણા સમયથી છે અને તેમણે બંનેએ મહિલાને ઘણીવાર તલાકની ધમકી આપી હતી. મારા લગ્નને 10 મહિના જ થયા છે. મારા પતિનાં પરિવારે મને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી છે. 3 તલાક પર કાયદો બન્યો છે, તેનો અમલ થાય તો સારું. મારે ન્યાય જોઇએ છે.

મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા

અન્ય એક મહિલાને પણ તેના પતિએ મસ્જિદમાં જમાતમાં કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. જેનાથી તે અને તેનો પરિવાર ઘણો જ દુખી છે. આ મહિલા પણ આશરે 24 વર્ષની જ છે. બીજી મહિલાના પરિવારની પણ માંગ છે કે તેમને હાલ તલાકનો જે કાયદો થયો છે તે અંતર્ગત ન્યાય મળે.


Share

Related posts

સાંસદ અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ પણ કેરેલા પીડિતોની વહારે…

ProudOfGujarat

નડિયાદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : 7 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

ProudOfGujarat

કલેક્ટરની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!