Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં મહિનામાં 200 કરોડનાં ઉઠમણાં, દિવાળી વેકેશન 15થી લઇને 25 દિવસ સુધીનું

Share

 

સૌજન્ય/સુરત: આમ તો સુરતની ઓળખ ‘ડાયમંડ સિટી’ તરીકેની પણ છે. જોકે, હાલ હીરાઉદ્યોગની ગ્રોથ અને તેજીની વાત કરીએ તો અમદાવાદ ચમકી રહ્યું છે. આજે અમદાવાદ ડાયમંડ એસોસિએશને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન ટુંકાવીને 11 દિવસનું કરી દેવામાં આવ્યું છે. ડિમાન્ડને પહોંચી વળવા માટે વેકેશનમાં વધુ કામ કરવું પડે એમ છે. હજી દસ હજાર કારીગરોની જરૂરિયાત છે. બીજી તરફ સુરતની વાત કરીએ તો અહીં સ્થિતિ ખરાબ ન હોઈ પરંતુ ખૂબ જ તેજી હોય એવું પણ નથી. કેમ કે, છેલ્લા એક મહિનામાં રૂપિયા 200 કરોડનાં ઉઠમણાં થયાં છે. દિવાળી વેકેશન 15થી લઇને 25 દિવસ સુધીનું છે.
સુરતમાં જ્યાં 7.50 લાખ લોકોને રોજગારી, આ ફિગર અમદાવાદમાં 75 હજાર

Advertisement

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે કે, અમદાવાદ અને સુરતની તુલના થઈ શકે એમ નથી. કેમ કે, સુરતમાં જ્યાં 7.50 લાખ લોકોને રોજગારી મળે છે ત્યાં આ ફિગર અમદાવાદમાં 75 હજારનો છે. સુરતમાં હીરાની નાની-મોટી મળી કુલ છ હજાર ફેક્ટરીઓ છે. જ્યારે અમદાવાદમાં હાલ કુલ ત્રણ હજાર કારખાનાં શરૂ થયા છે.

અમદાવાદમાં વધુ 50 એકમ શરૂ થશે

એસોસિયેશનના પ્રમુખ નરસી પટેલ અને એસો.ના મહામંત્રી મગન પટેલે કહ્યું છે કે, ‘ઓર્ડરને પહોંચી વળવા માટે વધુ રત્નકલાકારોની જરૂર ઊભી થઈ છે. રાજ્યમાં સુરત બાદ અમદાવાદમાં હીરા પોલિશિંગ અને કટિંગ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો છે. હાલ બાપુનગર, નરોડા, મેઘાણીનગર, વસ્ત્રાલ, નિકોલ સહિત શહેરમાં નાનાં-મોટાં 3 હજારથી વધુ કારખાનાંમાં કુલ 75થી 80 હજાર લોકો રોજગારી મેળવી રહ્યા છે. શહેરમાં છેલ્લા ચાર મહિનામાં 9 એકમ શરૂ થયાં છે. જ્યારે દિવાળી પછી વધુ 50 એકમો શરૂ થવાની શક્યતા છે. તેમણે કહ્યુ કે છેલ્લાં 4 વર્ષમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો સારા પગાર માટે એમ્બ્રોઇડરી ઉદ્યોગ તરફ વળ્યાં છે. જેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં રત્નકલાકારની ડિમાન્ડ વધી છે. અગાઉ 15થી 20 હજાર કમાતો કારીગર એમ્બોઇડરીમાં 35 હજાર સુધીનો પગારદાર બની જાય છે. કેટલાંક રત્નકલાકારો તો એમ્બ્રોઇડરી યુનિટના માલિક બની ગયા છે.

ક્રિસમસનું કામ દિવાળી બાદ

અમદાવાદમાં સેકન્ડ ક્વોલિટીના ડાયમંડ પોલિશ્ડ થાય છે. ફેક્ટરી માલિક નાના કદના ડાયમંડ સુરતમાં જ તૈયાર કરાવે છે. સુરતમાં વેકેશન બાદ ક્રિસમસ માટેનું કામ શરૂ થશે. અમદાવાદમાં વર્કરો મળી રહે છે. મજૂરી સુરતની સરખામણીમાં થોડી સસ્તી છે. સુરતના ડાયમંડ બજારની વાત કરીએ તો હાલ સ્થિતિ સામાન્ય છે. દિવાળી બાદ તે વધુ સુધરશે.
– બાબુ ગુજરાતી, પ્રમુખ, સુરત ડાયમંડ એસો.

અમદાવાદમાં જોબવર્કનું કામ, સુરતથી જ માલ જાય

ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું કે, આમ તો સુરતમાં પણ કંઇ મંદી નથી અને અમદાવાદ જે માલ જાય છે તે સુરતથી જ જાય છે. ત્યાં જોબવર્કનું કામ વધુ છે. મધ્યમ કક્ષાના ડાયમંડ ત્યાં પોલિશ્ડ થાય છે. જ્યારે સુરતમાં નાના ડાયમંડનું કામ વધુ છે.

કેમ રત્ન કલાકારોની જરૂર ઊભી થઈ?

છેલ્લાં 4 વર્ષમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો એમ્બ્રોઇડરી ઉદ્યોગ તરફ વળ્યા છે, કારણ કે તેમને ડાયમંડ સેક્ટર કરતાં એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં વધુ પૈસા મળી રહ્યા છે. મહિને 15 હજારથી 20 હજાર કમાનારો હીરા કારીગર એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં 30 હજારથી 35 હજાર રૂપિયા કમાતો થયો છે. કેટલાક રત્ન કલાકારો તો એમ્બ્રોઇડરી યુનિટના માલિકો બની ગયા છે. આમ રત્ન કલાકારો એમ્બ્રોઇડરી ઉદ્યોગ તરફ વળતાં ડાયમંડ સેક્ટરમાં તેમની અછત સર્જાઈ છે.

ડાયમંડ માર્કેટમાં 25થી 30% કારીગરો પરપ્રાંતીય

ડાયમંડ માર્કેટમાં સૌથી વધુ કારીગરો સૌરાષ્ટ્રના છે. ઉપરાંત ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લાના રહેવાસીઓ પણ રત્ન કલાકાર તરીકે કામ કરે છે. જ્યારે માર્કેટમાં 25થી 30 ટકા કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ છે.


Share

Related posts

ભરૂચ : નિગમના મેનેજમેન્ટ અને સરકારની એસ.ટી. નિગમના ખાનગીકરણ માટેની આંધળી દોટ : પ્રજાની રાહતદરની સેવાઓ છીનવાશે..?

ProudOfGujarat

નડિયાદ : મહુધાના અલીણા ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું 

ProudOfGujarat

ડે બીફોર નવરાત્રિ ઉજવાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!