Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં આવેલ સાધના વિદ્યાલય ખાતે સાયન્સ વિભાગ બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું કહેવાતા ઉઠયાં વિરોધનાં સુર, જાણો વધુ.

Share

ભરૂચ શહેરનાં વિસ્તારમાં આવેલ શ્રીમતિ વી.કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે ધોરણ 12 ના સાયન્સ વિભાગને અચાનક બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં એડમિશન લેવા માટેનાં ફોન કોલ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જુના ભરૂચના સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજુઆત કરી ચાલુ શૈક્ષણિક વર્ષે ૨૦૨૦/૨૧ સુધી ધોરણ 12 સાયન્સ વિભાગ ચાલુ રાખવા માટેની રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે હાલ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, સરકાર દ્વારા હજુ સુધી શાળાઓ ક્યારે ખુલશે તે બાબતની ચોક્કસ કોઈ રણનીતિ સામે આવી નથી. તેવામાં ભરૂચમાં ગત રોજ એન.એસ.યુ આઈ દ્વારા ખાનગી શાળાઓમાં ફી ઉઘરાણીનો મુદ્દો ઉઠ્યો તો આજે સાધના સ્કૂલનો મુદ્દો ચર્ચામાં આવતા શાળાઓની મનમાની કોરોના મહામારી વચ્ચે લોકોમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

Advertisement

Share

Related posts

લોક ગીત ગાવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો.

ProudOfGujarat

સેલંબા ખાતે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતા સામે યુવા બેરોજગાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સાયબર ગુનાખોરી સામે ભરૂચની શાનદાર કામગીરી, ત્રણ પોલીસકર્મીઓને રાજ્યસ્તરીય ‘સાયબર કોપ’ સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!