Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજની હિમાની કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં રાત્રીના સમયે આગ ભભુકી ઉઠતા એક કામદારનું મૌત…

Share

ચાર કામદારો ગંભીર રીતે દાઝી ગયા….

ખાનગી હોસ્પિટલમાં ચાર કામદારો સારવાર અર્થે દાખલ…

Advertisement

ભરૂચ જિલ્લાનાં દહેજ ઔધ્યોગિક વિસ્તારમાં આવેલ હિમાની કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ માં ગત રાત્રીના સમયે આગ ભભુકી ઉઠી હતી. જેના પગલે પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.જેમને સારવાર અર્થે સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા એક કામદારનું સારવાર દરમ્યાન મૌત નિપજ્યું હતુ. આ બનાવ અંગે દહેજ પોલીસ સ્ટેશનનાં સુત્રો એ જણાવ્યું હતુ કે ગત રોજ રાત્રીના ૯ વાગ્યે ફોર્ક્લીપ વાહન દ્વારા કચરા ભરેલ ડ્રમ નું વહન કરાતુ  હતુ. ત્યારે અચાનક સ્પાર્ક થતા એટલે કે તણખો જરતા આગ ભભુકી ઉઠી હતી.જેમાં બાબુલાલ સોજીરામ બેરવા, અશોક લાલજી પરમાર, પપ્પુ સોજીરામ બેરવા, સંતોષ કુમાર મણીલાલ માંડવ, અને સુમન કુમાર મંટુપાસવાન ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને સારવાર અર્થે સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર દરમ્યાન પપ્પુ સોજીરામ બેરવા નું મૌત નિપજ્યુ હતુ.


Share

Related posts

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બે જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

સાગબારા પોલીસ ઊંઘતી ઝડપાઇ:વડોદરા આર.આર સેલે સેલંબામાં જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજૂઆત કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!