Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એલ.સી.બી. પી.આઇ. એસ.સી.તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તેમજ સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પ્રાપ્ત થયો.

Share

ગુજરાત રાજયમાં “ઇ-ગુજકોપ એપ્લીકેશન”ના ઉપયોગથી ગુન્હો ઉકેલવાની તથા સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન, અવરનેસની પરીણામલક્ષી તપાસને પ્રોત્સાહન આપવા હેતુસર ગુજરાત રાજયના પોલીસ અધિકારી-કર્મચારીઓને “E-Cop Award” તથા “Cyber Cop of the Month Award” એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisement

રાજયભરમાં સાયબર ક્રાઇમની લગત ચકાસતા સ્ટેટ એમ્પાવર્ડ કમિટી દ્વારા ભરૂચ એલ.સી.બી. તથા સાયબર ક્રાઇમ શાખાના ગુન્હાઓની પરીણામલક્ષી કામગીરી કરવા બદલ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કાર્યરત એલ.સી.બી. શાખાના પી.આઇ. એસ.સી.તરડેને “E-Cop Of The Month Award” તથા સાયબર ક્રાઇમ સેલના પો.કો. મલ્કેશ રામસીંગભાઇ ગોહિલને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સતત ત્રીજી વાર “Cyber Cop Award” માટેની પસંદગી પામ્યા હતાં. પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી ભરૂચ જીલ્લા એલ.સી.બી. શાખાના પી.આઇ. એસ.સી.તરડેને “E-Cop Of The Month Award” તથા સાયબર ક્રાઇમ શાખામા ફરજ બજાવતા પો.કો. મલ્કેશ રામસીંગભાઇ ગોહિલને “Cyber Cop of the Month Award” ગાંધીનગર ખાતે પોલીસ નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી એનાયત કરાયો હતો.

આ પ્રસંગે ભરૂચ એલ.સી.બી. શાખાના પી.આઇ. એસ.સી.તરડે તથા સાયબર સેલનાં પો.કો. મલ્કેશ રામસીંગભાઇ ગોહિલની શ્રેષ્ઠ કામગીરી બદલ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ સ્ટાફ સહિતના તમામ અધિકારીઓએ બીરદાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.


Share

Related posts

ગોધરાના કેવડીયા ગામ પાસે ટેન્કરનાં ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ઉમરપાડા કદવાલી ગામે કાયદાકીય જાગૃતિ તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!