Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

 

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા જણાવેલ. આ બાબતે પોલીસ સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નંદેલાવ ઓવર બ્રિજ નીચે શાહરુખ અલી અહેમદ અન્સારી ઉં.વ. ૨૧ હાલ રહે; અજીમનગર, નંદેલાવ નાએ સ્ટેનલેસ સ્ટીલ S.S.ના ભુંગળા નંગ 3 તથા 2 મીણીયા કોથળા જેમાં એક થેલામાં કોપરના તાર તથા વાયરો મળી કુલ કિંમત રૂપિયા 15,200/-નો મુદ્દામાલ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મળી આવ્યો હતો. આ બાબતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રિદિવસિય નિ: શુલ્ક નિદાન કેમ્પ…

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

ભરૂચના નન્નુમીંયા ગરનાળા પર બનેલી પ્રોટેકશન વોલના કારણે અકસ્માતો વધશે : કોંગ્રેસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!