Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 ઉપર દાહોદ પોલીસની વેન અને ઓટોરીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

મળતી માહિતી અનુસાર આજરોજ સાંજના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 ઉપર દાહોદ પોલીસ દ્વારા પોલીસ વેનમાં લૂંટના આરોપીને સુરત લઈ જવામાં આવતો હતો તે દરમિયાન હાઇવે ઉપર હોટલ નવજીવન પાસે પોલીસ વેન નં. GJ 20 A 1068 અને GJ 05 BW 4195 નંબરની ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રિક્ષામાં સવાર બે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તેમજ પોલીસ અધિકારીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસને થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આમ જોવા જઈએ તો હોટલ નવજીવન અકસ્માતોના વણઝારનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ હળવો રાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની બુટલેગરો પર લાલઆખં , આરઆરસેલની ટીમ દ્વારા આલીપોરમાં રેડ

ProudOfGujarat

અંકલેશ્વરમાં નિર્માણ પામેલ પ્રથમ કો વેક્સીનનો જથ્થો કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે રીલીઝ કરાયો.

ProudOfGujarat

રાજપીપલા સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મંત્રી વસાવાએ યોજેલી સમીક્ષા બેઠક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!