Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે વિવિધ માંગણીઓને લઈને આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે આદિવાસી સમાજના યુવાનો એ તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એક આવેદનપત્ર પાઠવ્યું હતું, આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અન્ય જાતિને આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્ર આપવા આવે છે, જેવા વિવિધ પડતર પ્રશ્નો બાબતે સમગ્ર અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાથે સાથે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ખોટા પ્રમાણપત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજના યુવાનોએ માંગણી કરી હતી, મહત્વની બાબત છે કે ખોટા પ્રમાણપત્રો અન્ય જાતિના લોકોને આપવામાં આવતી હોવાની બુમો છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજમાંથી સામે આવી રહી છે.

ભૂતકાળમાં પણ આ પ્રકારની બાબતો અંગે ખુદ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ઝઘડિયાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી નેતા છોટુભાઈ વસાવાએ પણ મામલે અવાજ ઉઠાવ્યો હતો જે બાદ હવે વિધાનસભા ચૂંટણીઓ પહેલા આદિવાસી સમાજમાં ખોટા પ્રમાણપત્રોનો મુદ્દો વધુ એકવાર ગુંજતો છે.

Advertisement

Share

Related posts

વાંકલ : જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારીઓ દ્વારા બારડોલી પ્રાંતને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat

સુરત જીલ્લામાં સામાજીક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!