Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝગડીયા તાલુકાના મૂલંદગામે વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડયો.એકટીવા પણ જપ્ત કરાય…

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાની સૂચના અનુસાર LCB ના PSI વાય.જી.ગઢવીએ મળેલ બાતમીના આધારે ઝગડીયા તાલુકાના મૂલંદ ગામ ખાતે રેડ કરતા સુનિલ કનુભાઈ વસાવાને તેમની પાસેની એકટીવા મોટરસાયકલ ઉપર વિદેશી બનાવટના દારૂ અને બીયર મળી કુલ બોટલ નંગ ૧૭ કિંમત રૂપિયા ૨૧૦૦ તથા વેચાણના રોકડા રૂપિયા ૨૬૫૦ તેમજ એકટીવા મોટરસાયકલ કિંમત રૂપિયા ૫૦૦૦૦ તેમજ મોબાઈલ નંગ-૨ મળી કુલ ૬૫૨૫૦ નો મુદ્દા માલ ઝડપી પાડેલ છે. તેમજ ઝડપાયેલ ઈસમને ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરવા આપનાર લક્ષમ્ણ ઉર્ફે બાબર મહેન્દ્ર વસાવા રહેવાસી મૂલંદ ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.આ બનાવમાં LCB ના PSI વાય.જી.ગઢવી,ASI બાલુભાઈ,ચંદ્રકાન્તભાઈ વગેરેએ કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

વિદેશમાં મંકી પોક્સ વાયરસના વધતા જતા કેસ વચ્ચે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લીધો મોટો નિર્ણય…જાણો.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય મેળવ્યો.

ProudOfGujarat

ગુમ થયેલા સ્વામી હરિહરાનંદને નાસિકથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!