Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીની મહિલાઓએ માર્ગને ઉચા કરવા અને પેવરબ્લોક મુદ્દે કરેલ રજુઆતની નિરાકરણ નહી આવતા માર્ગ બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર જી.આઈ.ડી.સીની જલધારા ચોકડી પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં ઉભરાતી ગટરોના પાણી જાહેર માર્ગ પર ફરી વળતા અને પીવાના પાણીની ની લાઈન સાથે ડ્રેનેજનું પાણી ભળી જવાથી પાણી માંથી ખુબ જ ગંદી વાસ આવે છે તેમજ આ પાણીના કારણે કેટલાક લોકો બીમાર પડ્યા હતા તેથી રહીશો હેરાનપરેશાન થઈ ઉઠ્યા હતા.આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં નોટીફાઈડ એરિયા દ્વારા કોઇપણ જાતના પગલા નહી ભરવામાં આવતા શનિવારના રોજ વિફરેલી મહિલાઓએ જાહેર માર્ગ પર પથ્થરો અને થાંભલા મૂકી માર્ગ બંધ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ત્વરિત આ માર્ગ અને પેવરબ્લોકની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement


Share

Related posts

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારતાં વાલીમાં રોષ

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની અસરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!