Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ગોધરા-વેજલપુરની યુવતિને ફેસબુક પર યુવાન સાથે મિત્રતા કરવી ભારે પડી.જાણો કેમ?

Share

પંચમહાલ રાજુ સોલંકી

સોશિયલ મિડીયાનો વ્યાપ દિનપ્રતિદિન હવે ઘાતક સાબિત થઇ રહ્યો છે.એમ કહેવામાં આવે તો પણ સહેજ અતિશયોક્તિ નથી.પંચમહાલમાં આવી જ એક ચોકાવનારી ઘટના થવા પામી છે.જેમા કાલોલ તાલુકામાં વેજલપુરની એક પરણિતાને ફેસબુક પર રાજસ્થાનના એક યુવાન સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યુ હતુ.વધુમાં મિત્રતા જ્યારે પ્રેમમાં પરિણમી અને આ રાજસ્થાનના યુવાને મહિલાના ઘરે આવીને રોકાયો ત્યા મહિલાની સાથેના અંગત પળોનાં
ફોટા પાડી લીધા હતા. પછી આ યુવાને પોતાનો અસલી ચહેરો બતાવાનુ શરુ કર્યુ હતુ.મહિલાને અંગત પળોના ફોટા બતાવીને એક કરોડની માંગણી કરી હતી. પૈસા નહિ આપે તો કલીપ વાયરલ કરીશ તેમ કહીને મહિલાના પતિના મોબાઈલમાં કલીપ મોકલી ફોન પર ધમકી આપી હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.તેના આધારે પોલીસે આ યુવાનને રાજસ્થાનથી પકડી પાડ્યો હતો.

Advertisement

કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતી પરણિતાના ફેસબુક એકાઉન્ટ ઉપર હરીશ બાબુલાલ સોની ઉર્ફે હર્ષવર્ધન રહે. ઘન્નારીકલ્લાં તા.જોધપુર, રાજસ્થાન એ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ મહિલાએ સ્વીકારી હતી. અને ફેસબુક એકાઉન્ટ ઉપર મહિલાના પરિવાર વિશે જાણકારી અને પુછપરછ કરવા માંડી હતી. તેમ કહીને મહિલાનો ફોન નંબર મેળવેલ હતો. અને વેજલપુર મહિલાના ધરે આવીને પંદર દિવસ રોકાયો હતો. અને મહિલાને યુવાન વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. દરમ્યાન મહિલાના નગ્ન વિડીયો કલીપ મોબાઈલમાં ઉતારી હતી.ત્યારબાદ તેને બ્લેકમેલીંગ શરુ કર્યુ હતુ.અને એક કરોડ રુપિયાની માંગણી કરી હતી.વધુમાં યુવાને પરણિતાના પતિને પણ અંગત પળોના ફોટા મોકલીને મોબાઇલ ફોન પર રુપિયાની માંગણી કરી ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.આ મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવતા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.અને ટેકનોલોજીના આધારે યુવાનને રાજસ્થાનથી પકડી પાડ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.


Share

Related posts

વેગેનાર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી જાણો કયાં ?

ProudOfGujarat

આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરસેવા સદન દ્વારા પતંગ ના વિવિધ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ProudOfGujarat

ઇન્સ્ટાગ્રામ એ નવું શાનદાર ફીચર લોંચ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!