Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ નળકાંઠા ના થુલેટા ગામ સહિત ગામો મા પીવાના પાણી નો પોકાર,લોકોને 2 કિ.મી. દૂર પાણી ભરવા જવું પડે છે.

Share

તસવીર અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

ઉનાળાની શરૂઆત થતાં જ જ્યાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર સૃષ્ટિ તોબાતોબા પોકારી રહી છે,ત્યાં ઉનાળાની શરૂઆતથી જ રાજ્યભરમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે,કેનાલોમાં પાણી બંધ થતાં એકબાજુ ખેતરોમાં વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ખેતરોમાં ઘર બનાવી સ્થાયી વસવાટ કરતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે.ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. પાણીનો પોકાર -વિરમગામ નળકાંઠા ના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી ની સમસ્યા,2 કિ.મી દૂર ભરવા જવું પડે છે પાણી.

Advertisement

ઉનાળાની શરૂઆત સાથે ગરમીના પારાની સાથે લોકોની સમસ્યાઓ નો પારો ઉંચકાયો છે. કાળઝાળ ગરમી ની સાથે સમગ્ર ગુજરાતમાં પાણી નો પોકાર ઉઠવા પામ્યો છે. ત્યારે વિરમગામ નળકાંઠા ના અનેક ગામોમાં પીવાના પાણી ની સમસ્યા સર્જાઇ છે. વિરમગામ તાલુકાના નળકાંઠા ના 5 હજારની વસ્તી ઘરાવતા થુલેટા ગામમાં છેલ્લા 10 વર્ષોથી પાણીની સમસ્યાઓ છે.ગામ મા પાણીની ટાંકી છે જે જર્જરિત છે.ગામનો બોર બંઘ હાલતમાં છે જેને લઇને ઉનાળામાં ગામના છેવાડે 2 કિ.મી દૂર કુવામાંથી પાણી ભરવા જવું પડે છે બીજી બાજુ મોટા ભાગના લોકોને પીવાના પાણી માટે વલખાં મારતા મારતા બાજુના ઘોડા સહિત અન્ય ગામોમાં વાહન લઇ પાણી ભરવા જવું પડે છે.


Share

Related posts

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

ProudOfGujarat

ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના 5 શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરુ ….

ProudOfGujarat

વલસાડના ઉમરગામની બે મહિલાઓને પતિએ કાગળ પર આપ્યા તલાક, ન્યાય માટે બંને પત્નીનો પોકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!