Proud of Gujarat
FeaturedGujaratSport

ભરૂચ ખાતે પ્રથમ ગુજરાત યંગમુડો ચેમ્પિયનશીપનું આયોજન.

Share

દિનેશભાઇ અડવાણી

ગુજરાત યંગમુડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ દ્વારા તારીખ ૨૮-૪-૨૦૧૯ ના રોજ કેલરોક્ષ સ્કૂલ ચાવજ ખાતે રાજ્યકક્ષાની પ્રથમ યંગમુડો ચેમ્પિયનશિપ-2019 નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્ય કક્ષાની આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના ૧૫ જિલ્લાઓ માંથી ૨૦૦ જેટલા રમતવીરોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને હટાવો ભ્રષ્ટાચાર ના તંત્રી નવીનભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે તેમજ ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી શ્યામ પાંડોર કે કેલરોક્ષ સ્કૂલના આચાર્ય આરતી કપૂર,ચેતન કટારીયા(કરાટે કોચ) અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન ગુજરાતી યંગમુડો એસોસિયેશનના સેક્રેટરી ભરત દિવાકર, ગૌરવ ઠક્કર, રવિન્દ્રભાઈ પટેલ, વશરામ કોલી, તેમજ બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ રાજપૂત બટુકનાથ વ્યાયામ શાળાની સમગ્ર ટીમ દ્વારા કરાયું હતું.


Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 13 અને 14 માં પહોંચી

ProudOfGujarat

લીંબડી : નગરપાલિકાની ઓફિસમાં આવેલ ક્ષેત્રમાં બેસી ગયેલ પાણીનો સંપ ઉપર બાળકો રમતાં હોવાથી નુકસાન થાય તો જવાબદાર કોણ ?

ProudOfGujarat

રાજપીપળા : પ્રતાપનગર ગામના નવયુવાન પ્રગતિશિલ ખેડૂતને અમીત ઉદ્યાન રત્ન એવોર્ડ 2023 થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!