Proud of Gujarat
FeaturedGujarat

આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી મામલે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ભરૂચ કલેકટર કચેરીના ગેટ પર સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભીલસ્થાન ટાઇગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો દ્વારા રાષ્ટ્રીય જળનીતિ ૨૦૦૨ નો અમલ કરવા તથા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભું થયેલું સંકટ નિવારવા માટે આજે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ના પટાંગણ માં માટલા ફોડી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.સાથે સાથે જિલ્લા કલેકટરને રાજ્યપાલ ને સંબોધિત આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

આવેદન પત્રમાં સિંચાઈ માટે તેમજ જળ સંગ્રહ અને ગ્રામીણ વિસ્તારોના જળ સંકટ જેવા વિવિધ ૭ જેટલા મુદ્દાઓ જણાવવામાં આવ્યા હતા.સરદાર સરોવરના જળાશયના મુખ્ય સ્થળે લોકલ વિસ્તારને પીવા અને સિંચાઈ માટે પાણી નહિ આપવામાં આવે ત્યાં સુધી પ્રજા દ્વારા મુખ્ય નહેરના દરવાજા બંધ કરી પાણી રોકી અહિંસક લડત આપવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.આગામી ૧૩ તારીખ સુધી સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો મુખ્ય નહેરના દરવાજા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


Share

Related posts

વલસાડનાં ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBS ની ધરપકડ : બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

ટ્રાફિકના નિયમો કડક : સુરત શહેરમાં ટ્રાફિક પોલીસને ચાલુ નોકરીએ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!