Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ નજીક સીમલિયા ગામે કાયમી તલાટી નિમણૂક કરવાં માંગ.

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરુચ તાલુકાનાં સીમલિયા ગામે એક વર્ષથી ઇન્ચાર્જ તલાટી થી વહીવટ અનિયમિત થઈ જતાં ગ્રામજનોએ સરપંચ સમક્ષ રજૂઆત કરી ગામની પંચાયત કચેરી ખાતે કાયમી તલાટી ની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.જેના પગલે સીમલિયા ગામે કાયમી તલાટી મુકવા મહિલા સરપંચે ઉચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.સીમલિયા ગામે અગાઉનાં મહિલા તલાટી લાંચ રૂસ્વત ખાતાંનાં હાથે ઝડપાઇ ગયાં હતાં. ત્યાર પછી ઇન્ચાર્જ તલાટી તરીકે સ્વરાજ પટેલની નિમણુંક કરાઈ હતી. જેઓ દર મંગળવારે અને મહિના માં બે શનિવારે જ ગામ ઉપર આવે છે. એક મહિનો અકસ્માત નાં કારણે પણ આવી શક્યા નાં હતાં. આમ સીમલિયા ગામે તલાટી વિના લોકો જરૂરી દાખલા કાઢવા માટે વારંવાર ધરમ ધક્કા ખાઈ છે.વિદ્યાર્થીઓ ને એસ.એસ.સી નાં પરિણામો પછી આવકનાં,જાતિનાં વગેરે દાખલા માટે પચાયતમાં તલાટીની સતત ગેરહાજરી થી મુશ્કેલી માં મુકાઈ ગયાં છે.અહીં કાયમી તલાટી ની નિમણુંક કરવાં લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી

ProudOfGujarat

અમદાવાદના સરખેજ વિસ્તારમાં મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગતાં પાંચથી વધુ લોકો દાઝયા

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!