Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ઓસ્કાર હોટલ નજીક કાર ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર મારતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય શ્યામુદત બાબાપ્રસાદ ગૌતમ ગતરોજ સાંજના સમયે બાજુમાં રહેતી બાળકીને મુકવા શોકત અબ્દુલ ભઠ્ઠાની બાઈક લઈ ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન હાઇવે ઉપર આવેલ ઓસ્કાર હોટલ સામે કાર નંબર-જી.જે.૦૫.આરજી.૧૨૪૯ના ચાલકે પુરપાટ ઝડપે ધસી આવી બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

પોરબંદર : બરડાના 15 નેસડામાં 0 ટકા વેક્સિનેશન : લોકોમાં રસીકરણને લઈને અંધશ્રધ્ધા

ProudOfGujarat

ભરૂચમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ ઉત્સાહ પૂર્વક છઠપૂજાની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ સેવા સદન ખાતે સામાન્ય સભાને લઈને કોઈ ઉહાપોહ ન થાય તે માટે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!