Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- વોર્ડ નંબર-8 ના રહીશો ખરાબ રોડ-રસ્તાને લઈને ત્રાહિમામ, સ્થાનિક નગર સભ્ય જોવા પણ ન આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર-8 સુરતી ભાગોળ વિસ્તારના રહીશો કાચા રોડ રસ્તા અને ખુલ્લી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ-રસ્તાના કામ કરવામાં આવ્યા નથી અને ખુલ્લી ગટરોનું પાણી પણ બહાર આવતા બાળકોના ગટરમાં પડી જવાના બનાવો પણ બનતા રહે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડના નગર સભ્ય પણ અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારને જોવા આવતા નથી તેમજ અંકલેશ્વર નગર પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અંકલેશ્વર નગરપાલિકા સુરતી ભાગોળ વિસ્તાર તરફ ધ્યાન આપતી નથી તેવું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર પાસે છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામ કરવામાં આવ્યા નથી.વિકાસના નામ પર આવતી ગ્રાન્ટો કયા વિસ્તારોમાં વપરાય છે તે હાલ તપાસનો વિષય બન્યો છે.

Advertisement


Share

Related posts

૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

નર્મદા જિલ્લમાં આજે વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો થયો શુભારંભ.

ProudOfGujarat

મહેમદાવાદમાં વ્યાજખોરોએ પિતા પુત્રને ધમકી આપતા ફરીદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!