Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામ ખાતે રહેતી 23 વર્ષીય યુવતી રવિનાબેન વિજયભાઈ વસાવા અંકલેશ્વરના ઈસુ કૃપા એપાર્ટમેન્ટ ખાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.હાલ અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડબોડીનો કબજો લઈ અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને કયા કારણોસર યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે તેની હાલ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે. મળતી માહિતી અનુસાર યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય તેવું જાણવા મળ્યું હતું. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે ડેડબોડીનો કબજો લઈ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : બૌડા કચેરી અને નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોમાં નક્કર કાર્યવાહી નહીં કરવા બાબતે ધરણાં કરવામાં આવ્યા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી વિનયન અને વાણિજય કોલેજની વિદ્યાર્થિની એ બોક્સિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાએ એકમો સામે ફાયર NOC મામલે કરી લાલ આંખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!