Proud of Gujarat
FeaturedGujaratHealth

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ-વહુ સંમેલન યોજાયુ.

Share

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિશ્વ જનસ્થિરતા પખવાડીયા ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ વહુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનુ કુટુંબ સુખી કુટુંબ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા, તાલુકા કારોબારી સમિતિના ચેરમેન પ્રમોદભાઇ પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ચિંતન દેસાઈ, જિલ્લા ક્વાલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડોક્ટર સ્વામી કાપડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર વિરલ વાઘેલા, જિલ્લા આઇઇસી અધિકારી વિજય પંડિત, મેડિકલ ઓફિસર ડો સંગીતા પટણી, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એનટીસીપી અંગે પણ વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.

Advertisement

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે સાસુ વહુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11 જુલાઇ થી 24 જુલાઈ સુધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને “કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી તૈયારી” સૂત્ર અંગેની પણ સમજ આપવામાં આવી રહી છે.


Share

Related posts

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં વાડીગામે 800 જેટલા શ્રમિકોને રોજગારીનો લાભ મળ્યો.

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!