Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત

Share

દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત
– દીવાલ ઉપર કરન્ટ ઉતરતો હોય વાયર પકડી લેતા ઘરમાં એકલા રહેલા યુવાનને સ્થળ પર જ મોત ભરખી ગયું

ચોમાસામાં વીજ કરંટના બનાવો વધી જતાં હોય છે ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ભાથીજી દાદાના મંદિર પાસે રાવલિયા ફળિયામાં રહેતા 48 વર્ષીય રવીયા ભાઈ લક્ષ્મણભાઇ વસાવા મંગળવારે ઘરે એકલા હતા. તેમની પત્ની અને પુત્ર કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેઓ ટીવી ચાલુ કરવા ગયા હતા. વરસાદી મોસમમાં તેમના ઘરની દીવાલમાં ભેજ ઉતરો હોય ટીવી ચાલુ કરતા કેબલ ને અડી જતા જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કેબલ પર ઉતરતા કરંટથી તેઓ ચોંટી જતા બુમરાણ મચાવી હતી. જોકે આસપાસના લોકો આવે તે પહેલાં જ તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. તેઓને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક 108 માં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના ભણીયા સુરેન્દ્ર વસવાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

પત્ની-પુત્રીની ગાંધીનગર સરકારી ક્વાટર્સમાં હત્યા કરનાર SRP જવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

ProudOfGujarat

ભરૂચમાં સિલ્વર બ્રિજના ૯૨ વર્ષ બાદ ૫૦૦ કરોડના ખર્ચે નવો રેલવે બ્રિજ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!