Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાબા રામદેવજી મહારાજ મંદિર ઓરવાડા ખાતે ભવ્ય નેજા મહોત્સવ યોજાયો

Share

પંચમહાલ રાજુ સોલંકી
શ્રી ગુરૂ શિવાનંદજી આશ્રમ, બાબા રામદેવજી મહારાજ મંદિર, મહાસતિ જશમા માં મંદિર તળાવ બેટ ઓરવાડા તા ગોધરા ખાતે લોક દેવતા બાબા રામદેવજી મહારાજ ના પ્રાગટ્ય પ્રસંગ ભાદરવા સુદ નોમ અને દશમના દિવસે બે દિવસીય બાબા રામદેવજી મહારાજ ભવ્ય નેજા મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાં થી સાઘુ સંતો તેમજ હજારો ની સંખ્યા માં ભગવાન ના નેજા લય ભક્તો જોડાયા હતા જેમાં નોમના દિવસે ભવ્ય સંતવાણી, ભોજન ભંડારો, પાટોત્સવ નિમિત્તે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિકાસ આહિર, મઘ્ય ગુજરાત ઘર્મોધ્યક્ષ મહંત શ્રી અરવિંદ ગીરી, તથા મઘ્ય ગુજરાત હિન્દુ યુવા વાહિની પ્રાંત ના છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભાદરવા સુદ દશમના દિવસે ગુજરાત ભરમાં થી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેમાં દેવરાજ ઘામ ના મહંત ગોસ્વામી શ્રી ઘનગીરી બાપુ ઘ્વારા ભવ્ય સંતવાણી કરવામાં આવી હતી તથા ઓરવાડા આશ્રમ મંદિર ના મહંત શ્રી કલ્યાણદાસ બાપુ ઘ્વારા ભવ્ય નેજા રોહણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો ને આશિર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે હિન્દુ યુવા વાહિની પંચમહાલ તથા શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ ના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન અને સેવા આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : બોરીદ્રા શાળાના બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના પાંચ ગામનો સેવા સેતુ કાર્યક્રમ ભડકોદ્રા પ્રાથમિક સ્કૂલ ખાતે યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા પોલીસે કર્ણાટકની ચાર કરોડની લૂંટના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો : ફિલ્મી ઢબે ખેતરોમાં પીછો કરી આરોપીને ઝડપી પાડતા પોલીસને મોટી સફળતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!