Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાંથી થયેલા હાઈવા ટ્રકની ચોરીના મામલામાં જી.આઈ.ડી.સી.પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-૨૫-૧૧-૨૦૧૮ના રોજ અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા ચિરાગ શ્રાવણભાઈ વસાવાએ પોતાના સંબંધીનું હાઈવા ટ્રક નંબર જી.જે.૧૬.એયુ.૫૯૯૯ ચલાવે છે જેણે હાઈવા ટ્રક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું તે દરમિયાન તસ્કરોએ ટ્રકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા હાઈવા ટ્રકની ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન સુરત પોલીસે હાઈવા ટ્રકની ચોરીમાં સંડોવાયેલ સુરતના સંગ્રામપુરાના અબ્દુલ કલામ મોહમદ ઇસ્લામ ચૌધરી,મહમદ ઈસ્તીખાર સફાત ખાન અને દિવાકર ઉર્ફે છોટુ એકનાથ ચૌહાણને ઝડપી પાડી ત્રણેય આરોપીઓને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને હવાલે કર્યા હતા જી.આઈ.ડી.સી.પોલીસે ત્રણેય ઈસમોની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : નરસંડા ચોકડી પાસેથી પોલીસે ૪૨.૬૨ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

ProudOfGujarat

આંગણવાડી બહેનોને અશ્લિલ કોલથી હેરાનગતી: એક જ નંબર પરથી રાજ્યભરમાં કેસ, સાયબર સેલે ગુપ્ત તપાસ શરૂ કરી

ProudOfGujarat

ઉત્તરવાહીની નર્મદાના કિનારે આવેલા આશ્રમોમાં પ્રથમ વખત નર્મદા જ્યંતી ઉજવાઈ નહિ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!