Proud of Gujarat
INDIAGujaratSport

ખેલ મહાકુંભમાં પ્રાથમિક શાળા નહારની ૩ ટીમનાં ૩૬ બાળકો રાજયકક્ષાએ પહોચ્યા.

Share

તાજેતરમાં રાજય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ માં અત્રેની પ્રાથમિક મિશ્ર શાળા નહારના રમતવીરોએ અનોખી સિદ્ધિ હાસલ કરી છે. શાળાની ત્રણ ટીમ જીલ્લા કક્ષાએ રમવા ગઇ હતી. તેમાંની ત્રણે ત્રણ ટીમ જીલ્લા કક્ષાએ ચેમ્પિયન બની છે. ખોખો ભાઇઓનો પ્રથમ ક્રમાંક, ખોખો બહાનોનો દ્વિતીય ક્રમાંક અને કબડ્ડી બહેનોનો દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.ચેમ્પિયન બનેલી ૩ ટીમનાં ૩૬ બાળકો રાજયકક્ષાએ ભરૂચ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
નહાર ગામે રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે.ગામનાં અનેક ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌતુક બતાવી ચુક્યા છે. શાળાનાં બાળકો રમત-ગમત ઉપરાંત શિક્ષણ માં પણ એટલા જ આગળ છે. શાળા ને સિદ્ધિ મળે તે માટે શાળાનાં આચાર્ય શ્રી રામસિહ.એમ.ગોહિલ તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહે છે. ગામમાં આવેલી ભગીની સંસ્થા શ્રી પૂંજામંદિર વિદ્યાલયની ખોખો ભાઇઓની ટીમ દ્વિતીય ક્રમાંક અને ખોખો બહેનોની ટીમે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધાર્યું છે.
શાળા સમય બાદ ગામનાં વિશાળ મેદાનમાં તમામ બાળકો એકત્રિત થાય છે. અને પોતાની પસંદગીની રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. રાજયકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ દ્વારા તથા નરેન્દ્રસિંહ મોરી અને રાજેશભાઇ ચોધરી દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. ગામની શાળાઓની આ સિદ્ધિ બદલ સમસ્ત ગામ બન્ને શાળાનાં આચાર્યશ્રીઓ તથા રમતવીરો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
રીપોર્ટર: ફારૂક સૈયદ કાવી

Advertisement

Share

Related posts

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

ProudOfGujarat

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચની ધી પાલેજ હાઈસ્કૂલનું 71.03 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!