Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.

Share

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકા ના સાધના, આરાધના અને ઉપાસના ના પાવન પર્વ ની ઉજવણી જરુરીયાત મંદ અને ગરીબ દિકરીઓ કરી શકે તે માટે સમાજ ની સેવાભાવી બહેનો ના અનુદાન થી ચણિયાચોળી અને આભૂષણો બહેનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા અને વાલિયા નજીક આવેલા શ્રી જય માતાજી આશ્રમશાળા ની દોદવાડા,સીલુડી ની આદિવાસી બાળકીઓને ચણીયા ચોળી અને આભૂષણો આપવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી જય માતાજી આશ્રમશાળા બાળકોએ મહેમાનોનાં સ્વાગત માટે ખૂબજ સુંદર કૃતિઓ રજૂ કરી અને બધાના મનમોહી લીધા હતા. જ્યારે ઝઘડિયામાં વંદનાબેન ના સંપર્ક થી સેવાવસ્તી ની મોટી બહેનો ને ચણીયા ચોળી અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું.સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ નુ માનવું છે કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો નુ મહત્વ ખૂબ જ છે, આવા ઉત્સવોને આપને બીજા કોઇપણ જરૂરીયાતમંદ અને ગરીબ વ્યક્તિને મદદરૂપ થઇ ઉજવવામાં આવે તો સમાજ માં બધાં જ લોકો આનંદ અને ઉલ્લાસ ની સાથે તહેવાર માનવી શકે. આ કાર્યક્રમમાં સંસ્થાના શ્રી પ્રકાશચંદ્ર પટેલ, શિલ્પાબેન શાહ, કૌશિકાબેન બારિયા અને લક્ષ્મીબે.ન બગડા હાજર રહી બાળકો ના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

Advertisement

Share

Related posts

મહેસાણામાં બસ પલટી જતા એક મહિલા અને એક બાળકનું મોત

ProudOfGujarat

કોરોના વાયરસ નો ખોટો ભય ઊભો કરી તેનાથી લાભ ઉઠાવનાર ભરૂચ શહેરના ડોક્ટરો કોણ…???

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!