Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં સતત બીજા દિવસે પણ તસ્કરો તરખાટ જીતાલી ગામે એક જ રાત્રીમાં 2 મકાનના તાળા તોડી 2 લાખની મત્તા પર હાથફેરો.

Share

અંકલેશ્વરના જીતાલી ગામે એક જ રાત્રીમાં 2 મકાનના તાળા તોડી 2 લાખની મત્તા પર હાથફેરો:શહેર બ્રિજ નગરમ પણ બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો.
  અંકલેશ્વરમાં સત્તત બીજા દિવસે પણ તસ્કરો તરખાટ મચાવ્યો હતો અને 3 મકાનને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જીતાલી ગામે એકજ રાત્રીમાં 2 મકાનના તાળા તોડી 2 લાખની મત્તા પર હાથફેરો હતો. તો શહેર બ્રિજ નગરમ પણ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ગયા હતા. 
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે લુહાર ફળિયામાં બે મકાનોમાં રહેતા નરેન્દ્ર ભાઈ પરષોત્તમભાઇ પેથાપુરીયારા તેમજ કુટુંબીક નયનભાઈ મહેશભાઈ પેથાપુરીયા પરિવાર રહે છે. બંને પરિવારો રાત્રી દરમ્યાન જમીને પોતાના ઘરમાં ઉપરના માળીએ  સુવા ગયા હતા. તે દરમિયાન રાત્રિના  તસ્કરો તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરનો ઘરના દરવાજાનો નકુચો તોડી બંને ઘરમાં કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ  રોકડ પંદર હજાર મળી કુલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 2.20.લાખ ઉપરાંતની ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જીતાલી ગામે વચ્ચોવચ આવેલ લુહાર ફળિયા માં ચોરી થતાં ગામલોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. આ ઉપરાંત અંકલેશ્વર શહેર મધ્યે આવેલ બ્રિજનગર માં મુસ્લિમ પરિવાર ઘર બંધ કરી રાંદેર ખાતે ગયું હતું તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને ઘરમાં કબાટ તોડી નાખ્યો હતો તેમજ સામાન વેર વિખેર કરી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે મકાન માલિકને તેમના જમાય દ્વારા જાણ કરવામાં આવતા તેવો સુરત રાંદેર થી પરત આવવા નીકળ્યા હતા. તો શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલસીએ પ્રાથમિક સ્થળ તપાસ કરી મકાન માલિક આવ્યા બાદ ચોરી અંગે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી બગોદરા હાઈવે પર ડમ્પર ચાલકનું અકસ્માતમાં મોત.

ProudOfGujarat

લીંબડીના ખાકચોકના રહેણાંક વિસ્તારમાં દારૂની થેલીઓના ઢગલાથી રહિશોમાં રોષ

ProudOfGujarat

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!