Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બસ સ્ટેશનમાં રખડતાં ઢોરનો ત્રાસ.

Share

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આવા રખડતાં ઢોર લીંબડી બસ સ્ટેશનમાં રખડતાં હોવાથી મુસાફરોને મહામુસીબત બની છે.
લીંબડીમાં ભુતકાળમાં રખડતાં ઢોરોના અથડામણથી એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમ છતાં તંત્ર આવા રેઢિયાળ રખડતાં ઢોરને બાનમાં લેવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી ત્યારે આવા રખડતાં ઢોરનો અડ્ડો લીંબડી બસ સ્ટેશન હોય અને ઢોર ટહેલવા નીકળ્યાં હોય તેમ વિડિયોમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આવા રખડતાં ઢોરને કારણે મુસાફરોને પણ ભારે મુશ્કેલ ઉભી થઇ રહી છે આ ઢોરો ફક્ત બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ નહીં પણ બસ સ્ટેશનમાં આવેલા પ્લેટફોર્મ પર પણ ટહેલતા નજરે પડે છે તેમ છતાં તંત્ર આવી બાબતોને સામાન્ય ગણી નજર અંદાજ કરી રહ્યું છે આવા રખડતાં ઢોર થી કોઈને માલહાની કે જાનહાનિ થાય તો જવાબદાર કોણ આવા અનેક પ્રશ્નો લીંબડી ફરતે ફરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC ડિસન્ટ હોટલની બહાર પાર્ક કારમાંથી રૂ.૨.૫૪ લાખની ચોરી.

ProudOfGujarat

વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજિ ફેકલ્ટીમાં ત્રિ-દિવસીય પરામર્શ ફિએસ્ટાનો પ્રારંભ

ProudOfGujarat

ઝઘડીયામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત- ઠંડીમાં લોકો ઠુંઠવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!